Gujarati Video : નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ સુધી રેલવેએ સર્વે શરૂ કર્યો, ખેડૂતોમાં ચિંતા વ્યાપી
નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ સુધી બ્રોડગેજ ટ્રેક નાખવા માટે રેલવે તંત્ર તૈયારી કરી રહ્યુ છે..જેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ રૂટ પર સર્વેની કામગીરી ચાલી રહી છે. બ્રોડગેજ માટે કયા કયા વિસ્તારોમાં બ્રિજ બનશે અને ક્યાંથી ટ્રેક નાખવાની કામગીરી થશે તેનો કોન્ટ્રાક્ટ મુંબઈની ખાનગી કંપનીને સોંપાયો છે.
નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ સુધી બ્રોડગેજ ટ્રેક નાખવા માટે રેલવે તંત્ર તૈયારી કરી રહ્યુ છે..જેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ રૂટ પર સર્વેની કામગીરી ચાલી રહી છે. બ્રોડગેજ માટે કયા કયા વિસ્તારોમાં બ્રિજ બનશે અને ક્યાંથી ટ્રેક નાખવાની કામગીરી થશે તેનો કોન્ટ્રાક્ટ મુંબઈની ખાનગી કંપનીને સોંપાયો છે.આ વિસ્તાર ગ્રિન બેલ્ટ ગણાય છે અને અહીં કૃષિ ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે..બ્રોડગેજ ટ્રેકના કામથી ખેતીના કામને માઠી અસર પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
770 KVનો એક હાઈટેન્શન લાઈનનો પ્રોજેક્ટ પણ ગણદેવી તાલુકાના 18 ગામોમાંથી પસાર થવાનો છે.. જેને લઈને પણ ખેડૂતો ચિંતામાં છે..એક તરફ હાઈટેન્શન લાઇનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બ્રોડગેજ માટે સર્વે હાથ ધરાતા ખેડૂતો માટે પડ્યા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે.
આ પણ વાંચો : Gujarati Video: ક્રિકેટ સીઝન આવતા જ વિદેશથી બુકીઓ ગુજરાતમાં સક્રિય, સટ્ટા ઉપર ક્રાઇમ બ્રાંચની નજર