Ahmedabad : વરસાદી પાણીમાં ફસાયેલા પરિવારે જીવ પડિકે બાંધીને કારમાં જ વિતાવી રાત, જુઓ વીડિયો
વરસાદી પાણીમાં ફસાયેલા પરિવારની ચિંતા મધ્યરાત્રીએ વરસેલા વરસાદે વધારી દીધી હતી. રવિવારે સાંજે પડેલા વરસાદનુ પાણી ઓસર્યુ નહોતુ ત્યાં ફરી વરસેલા વરસાદે માર્ગ ઉપરના જળસ્તરમાં વધારો કરી દીધો હતો.
અમદાવાદમાં રવિવારે વરસેલા આફતના વરસાદે (Rain) સમગ્ર શહેરને જળબંબાકાર કરી દીધુ છે. રવિવારે મોડી સાંજે તુટી પડેલા વરસાદે અમદાવાદના (Ahmedabad) એકપણ વિસ્તારને જળમગ્ન કરવામાંથી બાકી રાખ્યો નથી. ચોમેર ફરી વળેલા વરસાદી પાણીમાં વડોદરાથી (Vadodra) અમદાવાદ આવેલ એક પરિવાર પણ ફસાઈ ગયો હતો. શહેરના રાજમાર્ગોથી અજાણ્યા એવા આ પરિવાર વરસાદી પાણીમાં ફસાઈ ગયો હતો. તેમની કાર ના આગળ જઈ શકે કે ના પાછળ એવી સ્થિતિ હતી. આ સંજોગોમાં સમગ્ર પરિવારને આખી રાત પોતાની કારમાં જ વિતાવી પડી હતી.
વરસાદી પાણીમાં ફસાયેલા પરિવારની ચિંતા મધ્યરાત્રીએ વરસેલા વરસાદે વધારી દીધી હતી. રવિવારે સાંજે પડેલા વરસાદનુ પાણી ઓસર્યુ નહોતુ ત્યાં ફરી વરસેલા વરસાદે માર્ગ ઉપરના જળસ્તરમાં વધારો કરી દીધો હતો. વરસાદી પાણીમાં આખી રાત ફસાયેલા પરિવારની સાંભળો વિતક કથા.
Published on: Jul 11, 2022 08:59 AM