Gujarati Video : વધુ એક ઢોંગી તાંત્રિક રાજસ્થાનની ઝડપાયો, મહિલાની માનસિક અશાંતિ દૂર કરવાના નામે પડાવ્યા 2.73 લાખ રુપિયા
મહિલાને ઘણા સમયથી માનસિક અશાંતિ લાગી રહી હતી. મહિલાએ ટીવીમાં જાહેરાત જોઈને તાંત્રિકનો સંપર્ક કર્યો હતો.જે પછી આ તાંત્રિકે ફરિયાદી મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી હતી
રાજકોટમાં (Rajkot) વધુ એક ઢોંગી તાંત્રિક ઝડપાયો છે. ઈશ્વર જોશી નામના તાંત્રિકની રાજસ્થાનથી (Rajsthan) ધરપકડ કરવામાં આવી છે. ઘટના કઇક એવી છે કે મહિલાને ઘણા સમયથી માનસિક અશાંતિ લાગી રહી હતી. મહિલાએ ટીવીમાં જાહેરાત જોઈને તાંત્રિકનો સંપર્ક કર્યો હતો.જે પછી આ તાંત્રિકે ફરિયાદી મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી હતી અને મહિલા પાસેથી 2.73 લાખ રુપિયા પડાવ્યા હતા. ફરિયાદના આધારે ઢોંગી તાંત્રિકને રાજસ્થાનની ભક્તિનગર પોલીસે ઝડપી લીધો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલા ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાની તાંત્રિકોની ટોળકીએ પૈસાની જરૂરીયાત વાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી હતી. આ તાંત્રિકોએ છેતરપીંડી(Fraud)આચરી હોવાનો એલસીબીએ પર્દાફાશ કરી 10 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ લેનાર નકલી ખોપડી, સાચો સાપ, મોબાઈલ જેવી વસ્તુઓ તથા રોકડા રૂ. 6.46 લાખ, 21 તોલા સોનું સહિત 19 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો