Patan: નકલી RC બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની ધરપકડ

|

May 06, 2022 | 1:17 PM

પાટણ (Patan) પોલીસે નકલી RC બુક કૌંભાડ (Fake RC book scam) ઝડપી પાડ્યું છે. બાતમીને આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર મોમીન અસ્ફાક અબ્દુલ અને તેના સાગરીત માકણોજીયા તારીફ અબ્દૂલહમીદની ધરપકડ કરી છે.

જો તમે કોઇ બેંક કે ફાયનાન્સ કંપનીએ (Finance Company)સીઝ કરેલા વાહન ખરીદવા ઇચ્છી રહ્યાં છો તો જરા સાવધાન. કારણ કે તમે ખરીદેલી કારની RC બુક હોઇ શકે છે નકલી અને બોગસ. પાટણ (Patan) પોલીસે નકલી RC બુક કૌંભાડ (Fake RC book scam) ઝડપી પાડ્યું છે. બાતમીને આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર મોમીન અસ્ફાક અબ્દુલ અને તેના સાગરીત માકણોજીયા તારીફ અબ્દૂલહમીદની ધરપકડ કરી છે. પોલીસે RC બુક બનાવવા માટે વપરાતા સ્માર્ટ પ્રિન્ટર, અલગ અલગ જિલ્લાના RTO અધિકારીની સહિ વાળી RC બુકનો જથ્થો અને RC બુકને ક્લીન કરવા વાપરાતા થીનર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અસ્ફાક મોમીન પોતાના મળતિયા બેંક કર્મચારી કે ફાયનાન્સ કંપનીના કર્મચારીના સંપર્કમાં રહેતો હતો. ઝડપાયેલ અસ્ફાક મોમીન પોતાના મળતિયા બેંક કર્મચારીઓ કે ફાયનાન્સ કંપનીના કર્મચારીઓના સંપર્કમાં રહેતો હતો. જેથી બેંક કે ફાયનાન્સ કંપનીએ જપ્ત કરેલા વાહન કોઇ વ્યકિતને વેચાણ કરતા તો તેમને તેમના નામે RC બુક ટ્રાન્સફર કરી આપવાની જવાબદારી લેતા હતા અને જે કોઇ આ વાહન ખરીદતું તેમને ડૂબ્લીકેટ RC બુક બનાવી વાહન ખરીદનારના નામે કરી આપતા અને ગુજરાત વાહન વ્યવહારની ઓનલાઇન સાઇટ પરથી ડેટા મેળવીને ફોર્મ નેબર 24 ભરીને ઓનલાઇન રજીટ્રેશન પણ કરી દેતા.

આરોપીઓ જે કોઇ આ વાહન ખરીદતું તેમને નકલી RC બુક બનાવી વાહન ખરીદનારના નામે કરી આપતા હતા. એટલું જ નહીં અન્ય જિલ્લામાંથી RTO અઘિકારીઓની સહિવાળી સ્માર્ટ કાર્ડ RC બુકો મેળવી લેતા અને ત્યારબાદ RC બુક પર સાચા વાહનની માહિતીને થીનર વડે કલીન કરી જે તે વાહનની નવી નકલી RC બુક બનાવતા હતા.

Next Video