શુદ્ધ ઘી સમજીને જો તમે ઘીની ખરીદી કરી રહ્યા હોય તો ચેતી જજો. વધુ એકવાર અસલીના નામે નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. આણંદ જીલ્લામાં ચિખોદરાની મંથન ડેરીમાં ફુડ અને ડ્રગ્સ વિભાગે દરોડો બાતમી આધારે પાડ્યો હતો. નકલીને અસરી તરીકે ઘી તરીકે વેચાણ કરવામાં આવતુ હોવાની માહિતીની આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લઈને તેને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. નકલી ઘી હોવાની આશંકાને લઈ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
ડેરીના સંચાલકો નબળી ગુણવત્તાની ચિજો વડે ઘી તૈયાર કરીને અસલી તરીકે વેચાણ કરતા હતા. આ પહેલા ખેડાના નડિયાદમાં પણ નકલી ઘી ઝડપાયુ હતુ. સુરતના વરાછામાં પણ નકલી ઘી ઝડપાયુ હતુ અને રિપોર્ટ પણ નકલી ઘી હોવાના સામે આવ્યા હતા. બનાસકાંઠા અને જામનગરમાંથી પણ સપ્ટેમ્બર માસમાં નકલી ઘી ઝડપાયુ હતુ. આમ હવે નકલી ઘીના આ ગોરખધંધાને લઈ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ઘીનો ઉપયોગ કરતા પહેલા ઘરેલુ ઉપાયો વડે તેની પરખ કરવી પણ જરુરી છે.
Published On - 7:28 pm, Sun, 1 October 23