Ahmedabad: શહેરના અનેક ગાર્ડન પાણીથી તરબતર, AMC દ્વારા તમામ 290 ગાર્ડન બંધ રાખવા સૂચના

|

Jul 11, 2022 | 4:35 PM

ગૌરી વ્રત ચાલી રહ્યું છે ત્યારે ગાર્ડનમાં (Garden) ભીડ થવાની સંભાવના રહેલી હોય છે. જો કે ગાર્ડનમાં આવનારા લોકોને અહીં આવ્યા પછી હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

અમદાવાદમાં (Ahmedabad) માત્ર એક રાત્રિના વરસાદે (Rain) અનેક વિસ્તારોમાં તારાજી સર્જી દીધી. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદના પાણી ઓસર્યા નથી. શહેરમાં અનેક અન્ડર પાસમાં પાણી ભરાઇ ગયા છે. અનેક કોમ્પલેક્સ પાણીમાં ડુબી ગયા છે. જેના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયુ છે. AMC દ્વારા શાળા-કોલેજો આજે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ શહેરના તમામ ગાર્ડન (Garden) પણ આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં તમામ ગાર્ડન બંધ

અમદાવાદમાં વરસાદને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. વિવિધ વિસ્તારોમાં ગાર્ડનમાં પણ પાણી ભરાયા છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં શહેરમાં આવેલા તમામ ગાર્ડન અનિશ્ચિત સમય સુધી વરસાદને કારણે બંધ રાખવાનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે.

અનેક ગાર્ડનમાં ઘૂંટણસમા પાણી ભરાયા

અગમચેતીના ભાગ રુપે શહેરના 290 જેટલા ગાર્ડન બંધ રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી છે. અનેક ગાર્ડનમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. ગૌરી વ્રત ચાલી રહ્યું છે ત્યારે ગાર્ડનમાં ભીડ થવાની સંભાવના રહેલી હોય છે. જો કે ગાર્ડનમાં આવનારા લોકોને અહીં આવ્યા પછી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. મુલાકાતીઓ સાથે અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે. તેથી શહેરના તમામ ગાર્ડનને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Published On - 3:49 pm, Mon, 11 July 22

Next Video