Gir Somnath: વન અને પર્યાવરણ વિભાગ સમિતિની ગીર મુલાકાત દરમિયાન સિંહો વિશે આ ચોક્કસ તારણો સામે આવ્યા

Gir Somnath: વન અને પર્યાવરણ વિભાગ સમિતિની ગીર મુલાકાત દરમિયાન સિંહો વિશે આ ચોક્કસ તારણો સામે આવ્યા

| Edited By: | Updated on: May 03, 2022 | 1:21 PM

વન અને પર્યાવરણ વિભાગની (Department of Forest and Environment) સંસદીય સ્થાયી સમિતિ ગીરની (Gir) મુલાકાત લીધી. વહેલી સવારથી સમિતિની 20થી વધુ સભ્યોએ ગીર જંગલમાં મુલાકાત લઈ વિવિધ મુદ્દે અભ્યાસ કર્યો હતો.

વન અને પર્યાવરણ વિભાગની (Department of Forest and Environment) સંસદીય સ્થાયી સમિતિ આજે જયરામ રમેશની અધ્યક્ષતામાં ગીર (Gir) પંથકની મુલાકાતે આવી પહોંચી હતી. ગીરની મુલાકાત દરમિયાન ચોક્કસ તારણ સામે આવ્યા છે. જેમાં ગીરમાં સિંહોને ( lion) રહેઠાણ ઓછું પડી રહ્યું છે અને નેસડામાં રહેતાં માલધારીઓએ જંગલની બહાર વસવાટ કરવા જમીનની માગણી સાથે સમિતિ સમક્ષ રજૂઆત કરી છે.

વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિ ગીરની મુલાકાત લીધી. વહેલી સવારથી સમિતિની 20 થી વધુ સભ્યોએ ગીર જંગલમાં મુલાકાત લઈ વિવિધ મુદ્દે અભ્યાસ કર્યો હતો. જેમાં સિંહો માટે રહેઠાણ ઓછુ પડી રહ્યું છે અને વધુ સેન્ચ્યુરીની  જરૂરિયાત હોવાનું કમિટીની મુલાકાત દરમિયાન સામે આવ્યું છે અને આ અંગે સ્થાયી સમિતિએ તાત્કાલિક સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને સલામતી માટે વધુ સેન્ચ્યુરી તુરંત બનાવે તે જરૂરી હોવાનો અભિપ્રાય આપ્યો છે.

વન અને પર્યાવરણ વિભાગ ની સંસદીય સ્થાયી સમિતિએ ગીરમાં વસવાટ કરતા નેસડાઓના માલધારીઓની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ રૂબરૂ મુલાકાત દરમિયાન માલધારીઓએ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ માગણી કરી કે અમને સરકાર માત્ર નાણાં આપી ગીરની બહાર ખસેડવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ માત્ર નાણાં જ નહીં માલઢોર અને પોતાના પરિવારના નીભાવ અર્થે જમીન પણ આપવી જોઇએ.

આ સમગ્ર મામલે સંસદીય સ્થાયી સમિતિના ચેરમેન જયરામ રમેશે જણાવ્યું હતું કે અગાઉ 300 જેટલા માલધારી પરિવારને ગીરની બહાર જમીન આપી વસવાટ કરાવ્યો છે અને હજુ 400 જેટલા પરિવાર ગીરમાં વસવાટ કરી રહ્યા છે. તેમના માટે 1500 એકર જેટલી જમીન સરકારે આપવી જોઇએ અને તેમને નાણાં પણ આપવા જોઇએ. આ અંગે કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત પણ કરશે.

તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, આ કમિટી દ્વારા સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જેમાં સિંહો બહાર ગયા છે તે ચિંતાજનક છે અને તેને કેમ પરત લાવી શકાય તે વિષય પર પણ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત માલધારીઓના પ્રશ્ન અને સિંહને વધુ રહેઠાણ મળે તે વિષય પર ચર્ચા કરવામાં આવી છે.

Published on: May 03, 2022 01:20 PM