બિલપાવર લોન કૌભાંડમાં ED એ વડોદરા-મુંબઈમાં પાડ્યા દરોડા

| Updated on: Aug 31, 2026 | 8:19 AM

કંપનીનું લોન એકાઉન્ટ 18 એપ્રિલ, 2012ના રોજ NPA બન્યું હતું. EDની તપાસમાં કેટલીક બનાવટી માત્ર કાગળ પરની કંપનીઓ અથવા માત્ર નામ માટે જ ઉભી કરેલ કંપનીઓ સાથેના વ્યવહારો સામે આવ્યા છે. આ કંપનીઓ મારફતે બેંકના નાણાં ડાયવર્ટ અને રાઉન્ડ-ટ્રિપિંગ કરાયું હોવાની આશંકા છે. LC માટે કથિત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.

ટ્રાન્સફોર્મર લેમિનેશન અને કોર બનાવતી બિલપાવર લિમિટેડે SBI પાસેથી વિવિધ લોન અને બેંકિંગ સુવિધાઓ મેળવી હતી. લોનની રકમ અન્યત્ર ડાયવર્ટ કરીને કંપનીએ હિસાબોમાં ગેરરીતિ આચરી હતી. જેના કારણે એસબીઆઈને આશરે 160.55 કરોડનું નુકસાન થયું હોવાની ફરિયાદ કરી હતી. એસબીઆઈની ફરિયાદને પગલે સીબીઆઈએ તપાસ કરીને 30 સપ્ટેમ્બર, 2024ના રોજ બિલપાવર લિમિટેડ, તેના ડિરેક્ટરો અને સહયોગી કંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

કંપનીનું લોન એકાઉન્ટ 18 એપ્રિલ, 2012ના રોજ NPA બન્યું હતું. EDની તપાસમાં કેટલીક બનાવટી માત્ર કાગળ પરની કંપનીઓ અથવા માત્ર નામ માટે જ ઉભી કરેલ કંપનીઓ સાથેના વ્યવહારો સામે આવ્યા છે. આ કંપનીઓ મારફતે બેંકના નાણાં ડાયવર્ટ અને રાઉન્ડ-ટ્રિપિંગ કરાયું હોવાની આશંકા છે. LC માટે કથિત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.

તપાસ મુજબ, લોનના નાણાનું સમગ્ર સંચાલન રાજેન્દ્રકુમાર ચૌધરી, સુરેશકુમાર ચૌધરી અને નરેશકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવતું હતું. જે નાણાં તેમના સહયોગીઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. સર્ચમાં મિલકતો, જમીન અને મશીનરી સંબંધિત દસ્તાવેજો ઉપરાંત હિસાબી ચોપડા, લેજર્સ અને ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા હતા. ED દ્વારા હવે આ તમામ વ્યવહારોની કડીની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Vadodara Breaking News : તહેવારો પૂર્વે શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, પનીર-મીઠાઈના લેવાયા સેમ્પલ ! જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.