દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા, 8 લોકોની ધરપકડ, જુઓ Video

|

Oct 17, 2024 | 2:04 PM

ગુજરાતમાં દિવાળી પહેલા EDએ મોટાપાયે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં GST કૌભાડમાં વધુ તપાસ માટે EDની ટીમે ગુજરાતની અલગ અલગ કંપનીઓ પર દરોડા પાડ્યા છે. બોગસ સેલ કંપનીના કેસમાં EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ગુજરાતમાં દિવાળી પહેલા EDએ મોટાપાયે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં GST કૌભાડમાં વધુ તપાસ માટે EDની ટીમે ગુજરાતની અલગ અલગ કંપનીઓ પર દરોડા પાડ્યા છે. બોગસ સેલ કંપનીના કેસમાં EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ગુજરાતની 23 કંપની પર EDની તવાઈ !

ગુજરાતની 23 જેટલી કંપનીઓ પર EDની ટીમ ત્રાટકી હતી. જેમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ, સુરત, કોડીનાર સહિતની જગ્યાઓ પર EDની ટીમે તપાસ હાથ ધરી છે. 200 બનાવટી કંની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ 8ની ધરપકડ

આ અગાઉ પણ આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચે અનેક લોકોની ધરપકડ કરી છે. તેમજ અગાઉ ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લાંગાના ત્યાં પણ EDએ તપાસ હાથ ધરી છે. 200થી વધુ કંપનીઓએ નકલી ITCના આધારે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે.

GSTની ફરિયાદને આધારે અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બનાવટી કંપનીઓમાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Next Video