Sabarkantha: ગણેશ મહોત્સવને લઈ લોકોમાં ઉત્સાહ, બડોલીની યુવતીઓએ બનાવ્યા ઈકો ફ્રેન્ડલી ગણેશ, અમદાવાદથી લઈ મુંબઈ સુધી માગ

|

Aug 29, 2022 | 11:15 AM

સાબરકાંઠાના (Sabarkantha) ઇડરના બડોલીની યુવતીઓ અને મહિલાઓએ નારિયેળના છોતરાંઓમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમાઓએ પણ આકર્ષણ જમાવ્યુ છે

ગણેશ મહોત્સવને (Ganesh chaturthi 2022) હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જેથી આ દિવસો દરમિયાન ગણેશજીની વિવિધ પ્રતિમાઓ આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. ત્યારે સાબરકાંઠાના (Sabarkantha) ઇડરના બડોલીની યુવતીઓ અને મહિલાઓએ નારિયેળના છોતરાંઓમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમાઓએ પણ આકર્ષણ જન્માવ્યુ છે. સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી (Eco friendly) મૂર્તીઓની માગ ખૂબ જ રહેતી હોય છે. ત્યારે નાનકડા ગામની આ મહિલાઓ ગુજરાત અને તેની બહાર પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવાને લઈ જાણીતી બની છે.

ઇકો ફ્રેન્ડલી મૂર્તીઓની બનાવટ વધી

સાબરકાંઠાનુ બડોલી  હવે  ગણેશજીની મૂર્તીઓને લઇને વધારે ઓળખ ધરાવે છે. અહી મોટા પ્રમાણમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની (Eco friendly Ganesh) પ્રતિમાઓનુ નિર્માણ કરવામાં આવે છે. અહીં સ્થાનિક યુવતીઓ અને મહિલાઓ નારિયેળના છોતરાંઓમાંથી ગણેશજીના પ્રતિમા બનાવે છે. અહીં ગણેશજીની પ્રતિમા હાલમાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ સાઈઝ અને તેને લગતા નિયમો પ્રમાણે પ્રતિમાઓ તૈયાર કરવાનુ કાર્ય પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યુ છે. સંપૂર્ણ પણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અહીં બનાવાય છે. ઇકો ફ્રેન્ડલી ગણેશની માગ સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં વધી છે.

કેવી રીતે બનાવવામાં આવે છે પ્રતિમા ?

ઈકોફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવવા યુવતીઓ આસપાસના ધાર્મિક મંદિરોમાંથી નારિયેળના છોતરાઓ લાવે છે. છોતરામાંથી રેસા વડે તેના ગુચ્છા અને પડ તૈયાર કરવામાં આવે છે. બાદમાં સુંદર ગણેશની પ્રતિમાઓનું નિર્માણ કરે છે. પ્રતિમાની ઉપરનો શણગાર સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવે છે. કોરોના કાળના બે વર્ષ બાદ ગણેશ ઉત્સવ યોજાઈ રહ્યો હોવાથી આર્ટીસ્ટમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Next Video