Junagadh: જૂનાગઢ કોન્સ્ટેબલ આપઘાત મામલો, DySP ખુશ્બુ કાપડીયા હાજર થયા, કરાઈ પૂછપરછ, જુઓ Video

Junagadh: જૂનાગઢ કોન્સ્ટેબલ આપઘાત મામલો, DySP ખુશ્બુ કાપડીયા હાજર થયા, કરાઈ પૂછપરછ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 25, 2023 | 11:51 PM

જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરુ થયો છે, ત્યાં રજા પર રહેલા DySP ખુશ્બુ કાપડીયા તપાસ કર્તા પોલીસ અધિકાર સમક્ષ હાજર રહ્યા છે. DySP કાપડીયા  કોન્સ્ટેબલ આપઘાત મામલામાં તપાસ સંભાળી રહેલા પોરબંદર નાયબ પોલીસ અધીક્ષક નીલમ ગોસ્વામી સમક્ષ હાજર રહ્યા હતા.

જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરુ થયો છે, ત્યાં રજા પર રહેલા DySP ખુશ્બુ કાપડીયા તપાસ કર્તા પોલીસ અધિકાર સમક્ષ હાજર રહ્યા છે. DySP કાપડીયા  કોન્સ્ટેબલ આપઘાત મામલામાં તપાસ સંભાળી રહેલા પોરબંદર નાયબ પોલીસ અધીક્ષક નીલમ ગોસ્વામી સમક્ષ હાજર રહ્યા હતા. આ કેસનુ મોનીટરીંગ પોરબંદર SP કરી રહ્યા છે. આમ હવે તપાસ તેજ બની છે.  DySP કાપડીયા ફરિયાદ બાદ રજા પર ઉતરી ગયા હતા. પરંતુ હવે તેઓએ પરત હાજર થયા બાદ તપાસકર્તા અધિકારી સમક્ષ રુબરુ થયા હતા.

જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ખુશ્બુ કાપડીયાનુ નિવેદન લેવામાં આવ્યુ હતુ. હાલમાં પણ તપાસ જે છે, તેજ ગતિએ ચાલી રહી છે. પોરબંદર SP અને DySP સહિતના અધિકારીઓએ જૂનાગઢની મુલાકાત લઈને તપાસ કરીને તપાસમાં કેટલાક પૂરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી કરી હતી. ખુશ્બુ કાપડીયા હાજર થયા બાદ હવે તેમના નિવેદન બાદ હવે તપાસકર્તા અધિકારીઓ દ્વારા પૂરાવાના સંદર્ભમાં પૂછપરછ પણ કરાઈ હોવાની વિગતો સૂત્રો દ્વારા મળી રહી છે.

 

 

આ પણ વાંચોઃ  Sabarkantha: તાન્ઝાનીયામાં 4 કરોડના કાજુ ચોરાઈ જવાથી માલિક લોન લેવા જતા છેતરાયા, વડનગરના આરોપી સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 25, 2023 11:48 PM