Valsad : લાંચિયા સામે ACB ની લાલ આંખ ! ઉપસરપંચ અને ક્લાર્ક લાખોની લાંચ લેતા ઝડપાયા

|

Oct 12, 2022 | 8:33 AM

બાંધકામ માટે ગ્રામ પંચાયતની મંજૂરી અને ઠરાવ આપવા બદલ આરોપીઓએ લાંચ પેટે 15 લાખની માગણી કરી હતી. છેવટે અરજદાર 12 લાખ રૂપિયા આપવા તૈયાર થયો હતો. 

વલસાડના (Valsad) ઉમરગામના સોલસુંબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને ક્લાર્ક 15 લાખની લાંચ (Bribe) લેતા ઝડપાયા છે, ઉપસરપંચ અમિત પટેલ અને હંગામી ક્લાર્ક (Clerk) કૃષાંગ ચંદારાણા લાંચ લેતા એસીબીના (ACB) હાથે ઝડપાયા છે,  બાંધકામ માટે ગ્રામ પંચાયતની મંજૂરી અને ઠરાવ આપવા બદલ આરોપીઓએ લાંચ પેટે 15 લાખની માગણી કરી હતી. છેવટે અરજદાર 12 લાખ રૂપિયા આપવા તૈયાર થયો હતો.  જેને પ્રથમ હપ્તા પેટે 3 લાખની લાંચ લેતા આરોપીઓ એસીબીના છટકામાં ફસાઈ ગયા હતા. એસીબી દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

લાંચની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી

થોડા દિવસો અગાઉ સુરત (Surat) એન્ટી કરપ્શન બ્યુરોની (ACB) ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા હતી. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના (Narmada)  નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટીએ જમીન માલિક પાસે રૂપિયા એક લાખ લાંચ માંગી હતી. એસીબીથી બચવા મહિલાએ લાંચની રકમ આંગણીયા મારફતે ગાંધીનગર (Gandhinagar) ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી. આ અંગેની જાણ જમીન માલિકે સુરત ACB કરતા છટકું ગોઠવી મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Next Video