Dwarka : યાત્રાધામ દ્વારકાની સુરક્ષા ભગવાન ભરોસે ! નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા CCTV કેમેરા બંધ, જુઓ Video

નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત દ્વારકા મંદિરે લગાવેલા CCTV કેમેરા બંધ હાલતમાં છે. પોલીસ તંત્ર તરફથી લગાવેલા મોટાભાગના CCTV બંધ હાલતમાં છે. મહત્વનુ છે કે 1.5 વર્ષ પહેલા બનેલો કંટ્રોલ રૂમ પણ બંધ હાલતમાં પડ્યો છે. દ્વારકાધીશ જગત મંદિરે Z કેટેગરીની સુરક્ષા હોય છે. જેની વચ્ચે આ પ્રકારની બેદરકારી સામે આવી છે.

Dwarka : યાત્રાધામ દ્વારકાની સુરક્ષા ભગવાન ભરોસે ! નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા CCTV કેમેરા બંધ, જુઓ Video
| Edited By: | Updated on: May 31, 2023 | 8:30 PM

Dwarka: પવિત્ર યાત્રાધામ અને જગતમંદિર એવા દ્વારકામાં દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ભક્તો આવે છે. આ એ મંદિર છે જેને Z કેટેગરીની સુવિધાઓ મળી છે. જેથી પોલીસ વિભાગ તરફથી નેત્રમ પ્રોજેક્ટ હેઠળ મંદિરની અંદર અને બહાર CCTV લગાડવામાં આવ્યા છે. તેમ છતાં એવું લાગે છે જાણે મંદિરની સુરક્ષા દ્વારકાધીશ ભરોસે છે. આવું એટલા માટે કારણકે પોલીસ વિભાગ તરફથી લગાડવામાં આવેલા મોટાભાગના કેમેરા હાલ બંધ હાલતમાં છે. આટલું જ નહીં પણ છેલ્લા દોઢ વર્ષથી બનાવેલો કંટ્રોલરૂમ પણ હાલ બંધ હાલતમાં છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કયારે પડશે સાંબેલાધાર વરસાદ, કયારે થશે બારે મેધ ખાંગા, જાણો અંબાલાલની ચોમાસાની આગાહી

પોલીસ વિભાગની આ ઢીલીનીતિ ઉડીને આંખે વળગે તેવી છે. બંધ કેમેરા અંગે નાયબ કલેક્ટરનું કહેવું છે કે મંદિરમાં લગાવવામાં આવેલા દેવસ્થાન સમિતિ હસ્તકના 16 કેમેરા હાલ કાર્યરત છે. જે કેમેરા બંધ છે તે પોલીસ વિભાગે લગાવેલા છે. જો કે નાયબ કલેક્ટરે દાવો કર્યો કે, નવા કેમેરા માટે યાત્રાધામ વિકાસ બોર્ડમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. મહત્વનુ છે કે 1.5 વર્ષ પહેલો બનેલો કંટ્રોલ રૂમ બંધ હાલતમાં પડ્યો છે. દ્વારકાધીશ જગત મંદિરે Z કેટેગરીની સુરક્ષા હોય છે. જેની વચ્ચે આ પ્રકારની બેદરકારી કેટલી યોગ્ય તે હવે તંત્રએ જોવું રહ્યું.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:08 pm, Wed, 31 May 23