દ્વારકા પોલીસે પકડ્યું અધધધ કરોડની કિંમતનું ડ્રગ્સ, સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર
દેવભૂમિદ્વારકાઃ જિલ્લામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 66 કિલો ડ્રગ્સના જથ્થાની કિંમત અંદાજે 40 કરોડ જેટલી જણાવવામાં આવી રહી છે.
ગુજરાતમાં અન્ય એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. માહિતી મળી રહી છે કે દ્વારકા પોલીસે 66 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. ત્યારે આ ડ્રગ્સની કિંમત હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સાડા ત્રણસો કરોડ કહેવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. ત્યાર દ્વારકા પોલીસે તેને ઝડપી પાડ્યું છે.
જો કે 66 કિલો ડ્રગ્સના જથ્થાની કિંમત અંદાજે 40 કરોડ જેટલી જણાવવામાં આવી રહી છે. ત્યારે આંતરાષ્ટ્રીય કીમત 350 કરોડની હોવાની વાત બહાર આવી છે. આ કિંમતને લઈને હજુ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે LCB, SOG પોલીસની ટીમોએ આ મામલે તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે જિલ્લાના વાડીનાર અને સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ પણ વાંચો: Ahmedabad: મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કમળાના દર્દીઓની લાઈન
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ