Dwarka : ભગવાન દ્વારકાધીશને અક્ષય તૃતીયાથી બે માસ સુધી પુષ્પ શ્રુંગાર કરાશે, ચંદનનો લેપ લગાવાશે

|

May 03, 2022 | 7:37 PM

અક્ષય તૃતીયાથી(Akshay Tritya) લઇને છેક અષાઢ સુદ સુધી એકમ સુધી બે માસ સુધી દ્વારકાધીશ જગત મંદિરમાં રાજાધિરાજ ને ફૂલો ના વસ્ત્રો બનાવી પુજારી પરિવાર દ્વારા લાડ લડાવવામાં આવે છે. તેમજ દ્વારકાધીશને ગરમી ન લાગે તે રીતે તેમના શ્રુંગાર આવે છે.

ગુજરાતમાં(Gujarat) સતત વધી રહેલી ગરમી વચ્ચે દ્વારકાધીશ મંદિરમાં(Dwarka Mandir)  ભગવાનને આકરા ઉનાળાથી બચાવવાના ભાવ સાથે દ્વારકાધીશને પુષ્પ શ્રુંગાર કરવામાં આવી રહ્યો છે. જેમાં અક્ષય તૃતીયાથી(Akshaya Tritiya) લઇને છેક અષાઢ સુદ સુધી એકમ સુધી બે માસ સુધી દ્વારકાધીશ જગત મંદિરમાં રાજાધિરાજ ને ફૂલો ના વસ્ત્રો બનાવી પુજારી પરિવાર દ્વારા લાડ લડાવવામાં આવે છે. તેમજ દ્વારકાધીશને ગરમી ન લાગે તે રીતે તેમના શ્રુંગાર આવે છે. આ પુષ્પ શ્રુંગારના દર્શન ભાવિકો કરી ધન્યતા અનુભવતા હોય છે.

જેમાં મંદિરમાં દરરોજ બપોરે એક થી પાંચ વગ્યા સુધી પુજારી , વૈષ્ણવો અને બ્રાહ્મણો ભગવાનના વસ્ત્રો બનાવી ભગવાનની સેવા કરતા હોય છે જેમાં આ વસ્ત્રો બનાવવ બદામના પાંદડા પર ચમેલી -જુઈ -મોગરો-ગુલાબ-વગેરેના ફૂલો ની કડીઓથી ભગવાનના વાઘા એટલે કે વસ્ત્રોને સજાવવામાં આવે છે અને સાંજે ભગવાન કાળિયા ઠાકોરને અંગીકાર કરાવવામાં આવે છે. વિવિધ ફૂલોની કડીઓથી ભગવાનના શ્રુંગાર કરવામાં આવે છે. તો બેંગ્લોર થી ખાસ મંગાવેલ ચંદન અને તેમાં કિંમતી સુગન્ધિત દ્રવ્યો દ્વારા ચંદન નો લેપ બનાવી ભગવાનને ચંદનની લેપ શરીરે લગાવવામાં આવે છે જેથી ભગવાન ને ઠંડક મળી રહે છે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગરમીમાં વધારો થયો છે. જેમાં એપ્રિલના છેલ્લા સપ્તાહ અને મે માસમાં અત્યાર સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચ્યો છે.

 

Published On - 7:34 pm, Tue, 3 May 22

Next Video