Dwarka: જેટકો કંપનીની વીજ લાઈનનો ખેડૂતો દ્વારા વિરોધ, ઉભા પાકને નુકસાન થતા વળતર આપવા ખેડૂતોની માગ

|

Jan 09, 2022 | 12:01 PM

ખેડૂતોએ પોતાના ઉભા પાકને નુકસાન પહોંચતા જેટકો કંપની દ્વારા વળતર આપવામાં આવે તેવી માગ કરી છે. જો વળતર નહીં મળે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી નીકળતી જેટકો કંપનીની (GETCO Company) વીજ લાઈનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતો (Farmers)ને પૂરતુ વળતર (Compensation) આપવામાં ન આવ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે.

કંપનીએ મનમાની કર્યાનો આક્ષેપ

કલ્યાણપુરમાં 400 કેવી વીજ લાઈન કાલાવડથી ભોગત સુધી રૂ.253 કરોડના ખર્ચે મંજુર થયેલ છે. જેના માટે માળી ગામના ખેડૂતોને પૂરતુ વળતર આપવામાં ન આપ્યું હોવાનો ખેડૂતોનો આરોપ છે. સાથે જ જેટકો કંપની દ્વારા પોતાની મનમાનીરૂપે ઉભા પાકને ઉખેડી વીજ પોલ નાખવામાં આવ્યો હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેને લઈને ખેતરમાંથી ઊભો પાક ઉખેડી નાખતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આમ ખેડૂતો દ્વારા કંપનીની મનમાનીનો વિરોધ કરવામાં આવ્યો છે.

આંદોલન કરવાની ખેડૂતોની ચીમકી

ખેડૂતોએ પોતાના ઉભા પાકને નુકસાન પહોંચતા જેટકો કંપની દ્વારા વળતર આપવામાં આવે તેવી માગ કરી છે. જો વળતર નહીં મળે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.

બીજી તરફ જેટકોના અધિકારીનું કહેવું છે કે અગાઉ ખેડૂતોને નોટિસ અપાઈ ચૂકી છે અને તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાદમાં જ વીજપોલ ઉભા કરવાની કામગીરી કરાઈ રહી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચોઃVadodara: જિલ્લા પ્રભારી પ્રધાને લીધી સમરસ હોસ્પિટલની મુલાકાત, સ્વાસ્થ્ય સેવાઓની સમીક્ષા કરી

આ પણ વાંચોઃફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર હશે, દેશમાં સરેરાશ 5 લાખ જેટલા કેસ આવવાની શક્યતાઃ AHNA

Next Video