Devbhumi Dwarka: ખંભાળિયા અને કલ્યાણપુરમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ, જન જીવન થયુ પ્રભાવિત

|

Aug 10, 2022 | 9:16 AM

દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે બફારા બાદ મોડીરાત્રે ધોધમાર વરસાદ (Rain) પડ્યો. વરસાદના પગલે મુખ્ય રસ્તાઓ પાણીથી ઉભરાયા છે.

ચોમાસાના (Monsoon 2022) વરસાદે ગુજરાતને ધમરોળ્યુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના પગલે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka)જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જે પછી અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેશવપરથી કલ્યાણપુરના માર્ગે પાણી ફરી વળી વળતા પુલ પાણીમાં ગરકાવ થયો હતો. બે દિવસ પહેલા પુલ પરથી પસાર થતી કાર પાણીમાં તણાઈ હતી. જો કે ગ્રામજનોએ તેને બહાર કાઢી લીધી હતી.

વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે બફારા બાદ મોડીરાત્રે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના પગલે મુખ્ય રસ્તાઓ પાણીથી ઉભરાયા છે. સોનીબજાર, લુહાર શાળ સહિતના રસ્તા પર પાણી ફર્યા છે. તો ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ કેશવપરથી કલ્યાણપુરના માર્ગે પાણી ફરી વળી વળતા પુલ પાણીમાં ગરકાવ થયો હતો. પુલ પરથી પસાર થતી એક કાર પાણીમાં તણાઇ હતી. કારમાં સવાર 5 વ્યક્તિઓના જીવ પણ પડિકે બંધાયા હતા. દરમિયાન આસપાસના ગામના લોકોએ દોરડું બાંધીને ટ્રેક્ટર વડે કારને પાણીમાંથી બહાર કાઢી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દરવર્ષે વરસાદી સિઝનમાં પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવે છે. અહીં રસ્તો બનાવવા તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.

ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલીમાં પણ પડી શકે છે વરસાદ.. ડાંગ અને નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો સુરત, તાપી, વડોદરા, આણંદ, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. આ ઉપરાંત બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ થઈ શકે છે.. અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.. જો કે હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

Published On - 9:14 am, Wed, 10 August 22

Next Video