ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપ દ્વારા અનેક જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન

|

Aug 07, 2022 | 6:15 PM

ગુજરાતમાં(Gujarat)  આઝાદી કા  અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) દરમ્યાન ભાજપ(BJP) દ્વારા અનેક જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં ભાજપે બનાસકાંઠા, મહેસાણા અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાતમાં(Gujarat)  આઝાદી કા  અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) દરમ્યાન ભાજપ(BJP) દ્વારા અનેક જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં ભાજપે બનાસકાંઠા, મહેસાણા અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાના વિજાપુરમાં હર ઘર તિરંગા કાર્યક્રમના બહાને પૂર્વ ધારાસભ્ય પી.આઇ. પટેલે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના તમામ સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ વિજાપુરના હાલના ધારાસભ્ય રમણ પટેલ ગેરહાજર રહ્યા. જે બાદ બંને નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે.

ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામે ગામ દેશભક્તિનો માહોલ સર્જાયો છે. સાથે હર ઘર તિરંગાની વાતને લઈ લોકોમાં પણ દેશપ્રેમ જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠા  જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજીથી નડાબેટ   સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે.. જેને લઈ ગુજરાત રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ પરબત પટેલ,બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત બનાસકાંઠા જિલ્લાના ભાજપા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ યાત્રાને નડાબેટ માટે પ્રસ્થાન કરાવી હતી.આજે અંબાજીથી નડાબેટ સુધીની 1551 ફૂટ લાંબા તિરંગા ધ્વજ સાથે આ તિરંગા યાત્રાનો શુભારંભ કરાયો હતો.

જયારે જૂનાગઢ શહેરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું…ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યક્રમમાં ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.. સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સહિત શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 6:12 pm, Sun, 7 August 22

Next Video