Surat: સુરતના પુણામાંથી બોગસ આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ, SOG એ 5 શખ્શની ધરપકડ કરી

|

Jun 19, 2023 | 3:37 PM

Surat: સુરતમાં નકલી આધારકાર્ડ એજન્સી દ્વારા બનાવવામાં આવી રહ્યા હતા, જેને લઈ SOG દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, પોલીસે 2 એજન્ટો સહિત 3 બ્લેકલિસ્ટેડ એજન્ટોનેી ધરપકડ કરી છે.

 

સુરત ના પુણામાં નકલી આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. સુરત શહેર SOG ટીમે આધાર કાર્ડ બનાવતી એજન્સીના 2 અધિકૃત એજન્ટ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. આ ઉપરાંત અન્ય 3 બ્લેક લીસ્ટ કરવામાં આવેલા શખ્શ ઝડપાયા હતા. SOG એ 5 શખ્શોની ધરપકડ કરી છે. માત્ર 1500 થી 3 હજાર રુપિયામાં આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા. આ ટોળકીએ બાંગ્લાદેશી લોકોને પણ અહીં આધાર કાર્ડ બનાવી આપ્યા હોવાની આશંકા છે. સુરત SOG એ હવે તપાસની કાર્યવાહી શરુ કરી છે.

SOG ને ટોળકીની ઓફીસમાંથી બોગસ આધારકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. ટોળકીએ અધિકૃત પ્રકારની ઓફીસ તૈયાર કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. કોમ્પ્યુટર દ્વારા બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેના આધારે આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા. એજન્સી જેને આપવામાં આવી છે, તે શખ્શોની તપાસ શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને બીજા કયા દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા છે તેની તપાસ શરુ કરી છે.

ઝડપાયેલા આરોપી

  1. આમદ ઉર્ફે લખન મોહમ્મદ ખાન
  2. મહેબૂબ યાકુબ શેખ
  3. વસીમ બદરૂદ્દીન શેખ
  4. નૂર વઝીદ સૈયદ
  5. નાઈમભાઈ પટેલ

 

સુરત પોલીસે કુલ 3,27,000 નો મુદ્દામાલ કબજે કર્યો

  • બનાવટી ભારતીય આધારકાર્ડ-163
  • પાનકાર્ડ-44
  • ચૂંટણીકાર્ડ-167
  • લાઈટ બિલ-43
  • ઇન્કમટેક્સ રિફિલિંગ-11
  • પ્રોપર્ટી ટેક્સ બિલ-05
  • સ્કૂલ લિવિંગ સર્ટી-05
  • સ્કૂલ ID-04
  • જન્મ ના દાખલા-85
  • લેપટોપ-03
  • કલર પ્રિન્ટર-01
  • લેમિનેશન મશીન-01
  • કોર્જન ફિંગર મશીન-02
  • આંખ સ્કેન કરવાનું મશીન 01
  • CPU-10
  • મોબાઈલ ફોન 05
  • સ્ત્રી પુરુષોના ફોટા-348
  • લેમિનેશન પેપર-1500
  • રબર સ્ટેમ્પ-01

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:26 pm, Mon, 19 June 23

Next Video