Amreli : ડુંગર ગામે લગ્ન પ્રસંગમાં 200થી વધારે લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગને ઘરે ઘરે સરવે કરવા આપ્યો આદેશ, જુઓ Video

| Edited By: | Updated on: May 08, 2023 | 7:08 AM

અમરેલીના ડુંગર ગામે આશરે 2 હજાર 500 લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતુ. ભોજન સમારંભમાં બિરયાની અને દૂધીનો હલવો ખાતા આશરે 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે.

અમરેલીના (Amreli) રાજુલામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. અમરેલીના ડુંગર ગામે આશરે 2 હજાર 500 લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતુ. ભોજન સમારંભમાં બિરયાની અને દૂધીનો હલવો ખાતા આશરે 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. મહેમાનોની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Amreli : સિંહના ટોળાને ઉભી પૂંછડિયે ભાગવું પડ્યું, જુઓ Video

દર્દીઓની સંખ્યા ધીમેધીમે વધતા તેમને ડુંગર, રાજુલા, સાવરકુંડલા, મહુવાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સાથે ઘટનાની ગંભીરતાને જોતા સરકારી હોસ્પિટલમાં તબીબોને હાજર રહેવા આરોગ્ય વિભાગે આદેશ જાહેર કર્યો હતો. અને ઘરે ઘરે જઇને સરવે કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ભોજન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી દર્દીઓની સંખ્યા પણ વધવાની શક્યતા છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ આ ઘટના પર સતત નજર રાખી રહ્યું છે અને દર્દીઓને શક્ય તમામ સારવાર આપવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…