AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: ધારીમાં મેગા ડિમોલિશન પહેલા યોજાઈ પોલીસની ફ્લેગ માર્ચ, આવતીકાલે 700 જેટલા ગેરકાયદે દબાણો દૂર થશે

ધારીમાં સરકારી વિભાગની જમીન ઉપર થયેલા 700 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આ ડિમોલિશનમાં નડતર રૂપ વૃક્ષોની ડાળીઓ વન વિભાગે કાપવાની શરૂઆત કરી હતી.

Amreli: ધારીમાં મેગા ડિમોલિશન પહેલા યોજાઈ પોલીસની ફ્લેગ માર્ચ, આવતીકાલે 700 જેટલા ગેરકાયદે દબાણો દૂર થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 11:22 PM
Share

અમરેલી જિલ્લાના ધારીમાં મેગા ડિમોલિશનની પૂર્વ સાંજના સમયે પોલીસની ફલેગ માર્ચ આયોજિત કરવામાં આવી હતી. આવતીકાલે ધારીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. જેમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ, 21 પીએસઆઇ તેમજ 400 હથિયારધારી પોલીસ નો કાફલો તૈનાત રહેશે.ડીવાયએસપી હરેશ વોરા ની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

ડિમોલીશન કામગીરીમાં 8 જેસીબી, 10 ટ્રેકટર અને 50 મજુરો જોડાશે

નોંધનીય છે કે આવતીકાલે ધારીમાં સરકારી વિભાગની જમીન ઉપર થયેલા 700 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આ ડિમોલિશનમાં નડતર રૂપ વૃક્ષોની ડાળીઓ વન વિભાગે કાપવાની શરૂઆત કરી હતી. વહીવટી તંત્રની કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસનો મોટો કાફલો અને વરિષ્ઠ અધિકારીઓ પણ તૈનાત રહેશે.

આ પણ વાંચો: Surat: અંગદાનની અભૂતપૂર્વ ઘટના: 9 વર્ષના બ્રેઈન ડેડ બાળકના અંગદાન થકી 6 લોકોને મળ્યું નવજીવન

માર્ચ માસમાં દ્વારકામાં કરવામાં આવી હતી મેગા ડિમોલિશનની સફળ કામગીરી

દ્વારકા જિલ્લામાં  માર્ચ માસમાં  મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવ હતી. દ્વારકાના હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દબાણો દુર કરવામાં આવ્યા હતો.  જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા અને  આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી  હતી.  અંદાજિત 26.43 લાખ કિંતની જગ્યાનુ દબાણ દુર કરવામાં આવ્યું હતું. દ્વારકાના દરિયાઇ પટ્ટા વિસ્તારમાં કુલ સાત દિવસ સુધી ડિમોલિશનની કામગીરી ચાલી હતી.

દરિયાકાંઠા પર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલા દબાણને દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ માટે અગાઉથી નોટીસ આપવામાં આવી હતી. જે બાદ તંત્ર દ્રારા વિસ્તારમાં દબાણ દુર કરવાનુ હોવાથી ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી લોકોએ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરી છે. તારીખ 11 માર્ચથી મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

 ધારીમાં  થનારા મેગા ડિમોલિશનની મુખ્ય વિગતો

  • સવારે 9 કલાકેથી મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવશે
  • સરકારની વિવિધ જમીનો પરના ૭૦૦ ગેરકાયદે દબાણ હટાવાશે
  • 8 જેસીબી, 10 ટ્રેકટર, 50 મજુરો મેગા ડિમોલિશનમાં જોડાશે
  • 2 ડીવાયએસપી, 3 પીઆઈ, 21 પીએસઆઇ તેમજ 400 હથિયારધારી પોલીસ નો કાફલો તૈનાત રહેશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">