Gujarati VIDEO : બેવડી ઋતુને કારણે સુરતીઓમાં રોગચાળો વકર્યો, સિવિલમાં H3N2ના કેસ વધતા તંત્ર થયુ સાબદુ

|

Mar 14, 2023 | 10:15 AM

Surat : સવારે ઠંડી અને બપોરે આકરી ગરમી પડતા વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ વધ્યુ છે. તો સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં H3N2 ના કેસમાં પણ વધારો થયો છે.

સુરતમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. સવારે ઠંડી અને બપોરે આકરી ગરમી પડતા વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ વધ્યુ છે. તો સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં H3N2 ના કેસમાં પણ વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, સિવિલમાં દૈનિક 100 થી 150 H3N2 ના કેસ આવી રહ્યા છે. બીજી તરફ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાતા તંત્રની ચિંતા વધી છે.

કોરોનાએ માથું ઉંચકતા આરોગ્ય તંત્રમાં દોડધામ

મહત્વનું છે કે કોરોના પોઝિટિવ દર્દીમાંથી ત્રણ દર્દી આઈસોલેશનમાં છે.આશરે એક માસના અંતરાલ બાદ સુરતમાં કોરોનાના કુલ દર્દીનો આંકડો 13 થયો છે.લાજપોર જેલમાં કાચા કામના કેદી, ડભોલીનો યુવાન, અડાજણની મહિલા અને હિરાબાગનો એક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે.

આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. શરદી, ખાંસી અને કફની તકલીફ બાદ મહિલાનું મોત થયુ હતુ. H3N2ના લક્ષણો બાદ મહિલાનું મોત થતા તંત્ર વધુ સતર્ક થઈ ગયુ છે. તો રાજ્યમાં H3N2ના લક્ષણો બાદ આ પ્રથમ મોત થયુ છે.

 

Published On - 6:36 am, Tue, 14 March 23

Next Video