Gujarat Video: રાજકોટમાં નશામાં ધૂત સ્કૂલ રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓને શાળાને બદલે આમતેમ ફેરવ્યા, વાલીઓને બાળકો અન્ય સ્થળે મળ્યાં

|

Jul 17, 2023 | 9:42 PM

Rajkot: વાલીઓએ રિક્ષા ચાલકને ભારે જહેમત સાથે બાળકો સાથે શોધી નિકાળ્યો હતો. જ્યાં તે નશાની હાલતમાં હોવાનુ જણાતા જ તેને જાહેરમાં લોકોએ ધુલાઈ કરી દીધી હતી. બાળકો પરત હેમખેમ મળતા આખરે વાલીઓને રાહત સર્જાઈ હતી.

 

રાજકોટ માં વાલીઓને ચિંતા કરાવી દે એવી ઘટના સામે આવી છે. રિક્ષા અને સ્કૂલ વાનમાં ડ્રાયવરના ભરોસે બાળકોને શાળાએ મોકલનારા વાલીઓને માટે ચેતી જવા રુપ આ કિસ્સો છે. રાજકોટમાં શાળાએ જવા માટે બાળકોને લઈને રિક્ષા ચાલક નિકળ્યા બાદ તે સ્કૂલમાં પહોંચ્યો જ નહોતો. બાળકો શાળા છૂટ્યા સમય બાદ ઘરે પરત નહીં ફરતા વાલીઓ ચિંતામાં મૂકાયા હતા. આ માટે વાલીઓએ બાળકોના મોડા થવાને લઈ ચિંતામાં શાળાનો સંપર્ક કર્યો હતો. પરંતુ શાળામાંથી જવાબ મળ્યો એ ચોંકાવનારો હતો. બાળકો શાળાએ આવ્યા જ નહીં હોવાનુ શાળાએ જણાવ્યુ. આમ વાલીઓના જીવ આ સાંભળી ઉંચા થઈ ગયા હતા.

વાલીઓએ આખરે રિક્ષા ચાલકની શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન રિક્ષા ચાલક બાળકોને શાળાએ લઈ જવાના બદલે અન્ય જ જગ્યાએ ફેરવ્યા હતા. આ સમયે રિક્ષા ચાલક નશામાં હતો અને આવી સ્થિતીમાં તે બાળકોને ફેરવતો રહ્યો હતો. વાલીઓએ રિક્ષા ચાલકને ભારે જહેમત સાથે બાળકો સાથે શોધી નિકાળ્યો હતો. જ્યાં તે નશાની હાલતમાં હોવાનુ જણાતા જ તેને જાહેરમાં લોકોએ ધુલાઈ કરી દીધી હતી. બાળકો પરત હેમખેમ મળતા આખરે વાલીઓને રાહત સર્જાઈ હતી.

 

આ પણ વાંચો :  Gujarat Video: પૂર્વ IAS લાંગાની હાજરી ભરવાનો મામલો, ગાંધીનગર પોલીસને અંધારામાં રાખતા DySP રાઠોડને તપાસમાંથી હટાવાયા!

રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:14 pm, Mon, 17 July 23

Next Video