Ahmedabad: લાઈસન્સના સ્માર્ટ કાર્ડ ચીપની સર્જાઈ અછત, રાજ્યની 38 RTO કચેરીમાં કામગીરી અટકી

|

May 21, 2022 | 2:05 PM

સ્માર્ટ કાર્ડ (Smart Card) બનાવતી કંપનીનો કોન્ટ્રાક્ટ પુરો થતાં અગાઉ પણ લાઈસન્સની કામગીરી અટકી પડી હતી. બાદમાં કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાતા કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરની RTO કચેરીમાં સ્માર્ટ લાઈસન્સ (License) માટેની ચીપ ખૂટી પડતા અરજદારોને લાઈસન્સ મળી રહ્યા નથી. રાજ્યમાં 80 હજાર જેટલા જ્યારે અમદાવાદમાં 15 હજાર જેટલા લાઈસન્સ અટકી પડ્યા છે. સ્માર્ટ કાર્ડ (Smart Card) બનાવતી કંપનીનો કોન્ટ્રાક્ટ પુરો થતાં અગાઉ પણ લાઈસન્સની કામગીરી અટકી પડી હતી. બાદમાં કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાતા કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

લાઈસન્સના સ્માર્ટ કાર્ડની ચીપની અછત સર્જાતા કામગીરી અટકી

જ્યારે હવે લાઈસન્સના સ્માર્ટ કાર્ડની ચીપની અછત સર્જાતા કામગીરી અટકી પડી છે. સમગ્ર મામલે કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા તેમણે મીડિયા સામે નિવેદન આપવામાં ટાળ્યું હતું. જ્યારે RTO અધિકારીએ જલ્દીથી આ સમસ્યા દૂર થવાની હૈયાધારણા આપી હતી.

RTO અધિકારીઓએ સમસ્યા દૂર થવાની હૈયાધારણા આપી

ઉલ્લેખનીય છે કે ડ્રાઈવિંગ લાઈસન્સ માટેના સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખૂટી પડતાં અમદાવાદમાં 25 હજાર સહિત રાજ્યમાં 80 હજારથી વધુ અરજદારોના પાકાં લાઈસન્સની કામગીરી અટકી ગઈ છે. આ અગાઉ પણ લાઈસન્સ માટે ધાંધીયા સર્જાયા હતા. બીજી તરફ RTO અધિકારીઓ ટૂંક સમયમાં લોકોને લાઈસન્સ મળતા થવાનો રાગ આલાપી રહ્યા છે.

Next Video