Gold Price Today : સોનાના ભાવમા ધરખમ વધારો, પ્રતિ તોલા 58,400 પહોંચ્યું, જુઓ Video

|

Jan 18, 2023 | 12:17 PM

સોનાનો ભાવ છેલ્લા કેટલાક સમયમાં જ 6 હજાર જેટલો ભાવ વધી ગયો છે. તો ત્યાં જ ચાંદીનો ભાવમા પણ વધારો જોવા મળ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 69100ની આસપાસ છે. ચાંદીના ભાવ ગત વર્ષની સરખામણીએ 1 હજાર રુપિયાનો વધારો થયો છે.

આમ તો સોનું સ્ત્રીઓને સૌથી પ્રિય હોય છે. પરંતુ હાલ તો સોનાનો ભાવ આસમાનને પહોંચ્યો છે. એક બાજુ કમુળતા પુરા થતાની સાથે જ સોનાની માગમા વધારો જોવા મળ્યો છે. તેમજ સોનાના ભાવમા ધરખમ વધારો થઈ રહ્યો છે. અત્યારે સોનાનો ભાવ 10 ગ્રામે 58,400 રુપિયાથી વધુ પહોંચ્યો છે. સોનાનો ભાવ છેલ્લા કેટલાક સમયમાં જ 6 હજાર જેટલો વધી ગયો છે. તો ત્યાં જ ચાંદીના ભાવમા પણ વધારો જોવા મળ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 69100ની આસપાસ છે. ચાંદીના ભાવ ગત વર્ષની સરખામણીએ 1 હજાર રુપિયાનો વધારો થયો છે. વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા ગોલ્ડ બાઈંગ નિકળતા વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમા વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચે : Share Market : સતત બીજા દિવસે કારોબારમાં તેજી દેખાઈ, Sensex 61 હજારને પાર પહોંચ્યો

અત્યારે ઘણા દેશોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે તેમજ રશિયા-યુક્રેન યુદ્ધના પગલે ગોલ્ડના ભાવ વધી રહ્યાં છે. ઘણા લોકો શેરમાર્કેટમાંથી રોકાણ કાઢીને ગોલ્ડમાં રોકાણ કરી રહ્યાં છે. હાલમા 10 ગ્રામ સોનાનો ભાવ 58 હજારે મળતું સોનું આવનાર સમયમાં 60 હજાર મળે તો કંઈ નવુ નથી. તેમજ આવનાર સમયમાં ચાંદી 85 હજારે પણ પહોચી શકે છે.

Published On - 11:55 am, Wed, 18 January 23

Next Video