Diwali 2022 : આજે ગુજરાત સહિત દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની કરાશે ઉજવણી, મંદિરો, ઘરો, બજારો રોશનીથી ઝળહળી ઉઠશે

|

Oct 24, 2022 | 8:45 AM

આ મહાપર્વના દિવસે લોકો પરિવાર સાથે ફટાકડા (Crackers) ફોડી તહેવાની ઉજવણી કરશે. દિવાળીના દિવસે લોકો લક્ષ્મી માતાની પૂજા કરશે.

દિવાળી (Diwali) એટલે પ્રકાશ અને રંગોનું પર્વ. દિવાળી હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. હિન્દુ ધર્મમાં તહેવારોની ઉજવણીની એક આગવી પરંપરા છે. આસો વદ અમાસના રોજ ઉજવાતી દિવાળીએ મહાપર્વ ગણાય છે. આજે ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. પ્રકાશ પર્વ દિવાળીની શ્રદ્ધા-ઉમંગભેર ઉજવણી કરાશે. આ મહાપર્વના દિવસે લોકો પરિવાર સાથે ફટાકડા (Crackers) ફોડી તહેવાની ઉજવણી કરશે. દિવાળીના દિવસે લોકો લક્ષ્મી માતાની પૂજા કરશે. રાત્રીના સમયે ઠેર ઠેર બિલ્ડિંગ, દુકાનો અને ઘરોમાં દીપ સહિતની રોશની પ્રગટાવી ફટાકડાઓની આતશબાજી સાથે ઉમંગનું આ દીપ પર્વ શ્રદ્ધાભેર ઉજવાશે.

અયોધ્યા નગરી રામમય બની

અયોધ્યા નગરી રામમય બની ગઇ છે. રામકથા પાર્કને રાજભવનની માફક શણગારવામાં આવી છે. વડાપ્રધાન મોદી દીપોત્સવમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ રામલલાના દર્શન કર્યા બાદ આરતી ઉતારી હતી, ત્યારબાદ ગર્ભગૃહની પરિક્રમા કરી હતી. તો સાથે જ રામ મંદિર નિર્માણકાર્યનું નિરીક્ષણ કર્યું હતું. .તેમની સાથે મુખ્યપ્રધાન યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. આ પહેલા પુષ્પક વિમાનમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ સાથે પહોંચ્યા હતા.સીએમ યોગીએ તિલક લગાવીને આરતી કરી હતી.

Published On - 8:43 am, Mon, 24 October 22

Next Video