AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પોલીસ બેડામાં રચાયો ઈતિહાસ, બે અધિકારીઓને આઉટ ઓફ ટર્ન બઢતી

ગુજરાત પોલીસ બેડામાં રચાયો ઈતિહાસ, બે અધિકારીઓને આઉટ ઓફ ટર્ન બઢતી

yunus.gazi
| Edited By: | Updated on: Nov 07, 2023 | 10:02 PM
Share

ગૃહ વિભાગે ATSના DySP કે.કે.પટેલ અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે DySPને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં એક નવો ઈતિહાસ રચાયો છે. એટલું જ નહીં ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સુરત શહેર અને ATSમાં જ નિમણૂંક આપી છે.

ગુજરાત પોલીસ બેડામાં ઈતિહાસ રચાયો છે. એકસાથે બે પોલીસ અધિકારીઓને આઉટ ઓફ ટર્ન બઢતી આપવામાં આવી છે. PSI કક્ષાના અધિકારીઓને સીધી SP તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એક અલગ જ નામ અને કામ ધરાવતા બે DySPને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે બઢતી આપી છે.

ગૃહ વિભાગે ATSના DySP કે.કે.પટેલ અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે DySPને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં એક નવો ઈતિહાસ રચાયો છે. એટલું જ નહીં ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સુરત શહેર અને ATSમાં જ નિમણૂંક આપી છે.

આ પણ વાંચો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સૌથી મોટી બિલ્ડીંગ નિર્માણ થશે, ગિફ્ટ સિટી કરતા હશે ઉંચી

DySP કે.કે.પટેલને SP ATS તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી.પી. રોજિયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક કરી છે. ઉલ્લેખનીય છે કે, PSI તરીકે ભરતી થયેલા ઘણા ઓછા અધિકારી SP સુધી પહોંચ્યા છે. કે.કે.પટેલ 1993 અને બી.પી.રોઝીયા 2007માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">