Gujarati video : જસ્ટિસ એમ. આર. શાહની બેંચ સંજીવ ભટ્ટના કેસની સુનાવણી થશે, સંજીવ ભટ્ટે શાહને સુનાવણીથી દૂર રહેવા કરી હતી અપીલ

|

May 10, 2023 | 4:06 PM

જસ્ટિસ એમ.આર.શાહની બેંચ સંજીવ ભટ્ટના (Sanjeev Bhatt) કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર.શાહે સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરવાનો ઈનકાર કરી દીધો છે.

ગુજરાતના (Gujarat) પૂર્વ IPS સંજીવ ભટ્ટની (Sanjeev Bhatt) મુશ્કેલીમાં વધારો થયો છે. જસ્ટિસ એમ.આર.શાહની બેંચ સંજીવ ભટ્ટના કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર.શાહે સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરવાનો ઈનકાર કરી દીધો છે. અગાઉ સંજીવ ભટ્ટે જસ્ટિસ શાહને સુનાવણીથી દૂર રહેવા અપીલ કરી હતી.

આ પણ વાંચો-Breaking News : ભારતના 32 ખેલાડીઓને તાત્કાલિક પાકિસ્તાન છોડવાનો આદેશ, પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી

જસ્ટિસ શાહે દલીલ કરી હતી કે જ્યારે તેઓ ગુજરાત હાઈકોર્ટના જજ હતા, ત્યારે તેઓ સંજીવ ભટ્ટ સામેના કેસની સુનાવણી કરતી બેંચનો ભાગ હતા અને તે કેસમાં સંજીવ ભટ્ટને દોષિત ઠેરવાયા હતા. મહત્વપૂર્ણ છે કે સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં કસ્ટોડિયલ ડેથના કેસમાં સજા સામેની તેમની અપીલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વધારાના પુરાવા રજૂ કરવાની પરવાનગી માગી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video