પ્રબોધસ્વામીના ગુણગાન ગાવામાં શિષ્યો ભાન ભૂલ્યાં? સાંભળો શું કહી નાખ્યું સર્વમંગલ સ્વામીએ

પ્રબોધસ્વામીના ગુણગાન ગાવામાં શિષ્યો ભાન ભૂલ્યાં? સાંભળો શું કહી નાખ્યું સર્વમંગલ સ્વામીએ

| Edited By: | Updated on: Sep 06, 2022 | 9:57 AM

જંબુસરની સભામાં સર્વમંગલ સ્વામીએ આપેલા નિવેદન પર અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા કે, શું પ્રબોધસ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતા પણ મોટા થઈ ગયા ?

ભરૂચ(Bharuch)ના જંબુસરમાં યોજાયેલી સભામાં પ્રબોધસ્વામીના ગુણગાન ગાવામાં શિષ્યો ભાન ભૂલ્યાં છે… પ્રબોધસ્વામીને મોટા દર્શાવવાની લ્હાયમાં સર્વમંગલ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું અપમાન કર્યું હતું..સર્વમંગલ સ્વામીએ કહ્યુ કે શ્રીજી મહારાજે પ્રબોધસ્વામીને પ્રાર્થના કરી હશે કે, અમારી સભા ખુલ્લામાં છે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વરસાદ પાડતા નહીં”. આ નિવેદન બાદ વિવાદ ઉભો થઇ રહ્યો છે. સ્વામીજીને મોટા બતાવવાની લ્હાયમાં આવા નિવેદનોની ટીકા થઇ રહી છે. જંબુસર ખાતેની સભાનો આ વિડીયો વાઇરલ થયો છે. આ સભામાં પ્રબોધ સ્વામીના શિષ્ય સર્વમંગલ સ્વામીએ ત્યાંસુધી કહી નાખ્યું કે સભામાં વરસાદ ન પડે તે માટે શ્રીજી મહારાજે પ્રબોધસ્વામીને પ્રાર્થના કરી હશે.

જૂનના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી જંબુસરની સભામાં સર્વમંગલ સ્વામીએ આપેલા નિવેદન પર અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા કે, શું પ્રબોધસ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતા પણ મોટા થઈ ગયા ? શિષ્યો શા માટે પ્રબોધસ્વામીને ભગવાન કરતા મોટા ગણાવે છે ? ભક્તોને આવી રીતે શા માટે ભરમાવવામાં આવે છે ? તેવા સવાલો ઘેરાયા હતા

Follow Us
Loading...
Unable to load recommendations.