સુરતઃ મંદીને પગલે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી, આર્થિક પેકેજ જાહેર કરવા માગ

સુરતઃ મંદીને પગલે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી, આર્થિક પેકેજ જાહેર કરવા માગ

| Edited By: | Updated on: Dec 10, 2023 | 11:27 PM

મંદીને પગલે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે. ડાયમંડ બુર્સના ઉદ્ધાટન પહેલા રત્ન કલાકાર યુનિયનને રત્ન કલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માગ કરી છે. માગ નહીં સંતોષાય તો યુનિયને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરતનો હિરા ઉદ્યોગ વૈશ્વિક મંદીનો સામનો કરી રહ્યો છે.

સુરતના હીરા ઉદ્યોગ પર મંદીની ભીતિ સેવાઈ રહી છે. દિવાળી વેકેશન ખતમ થતાં જ સુરતના હીરા કારખાનાઓ ધમધમી ઉઠતા હોય છે. ત્યારે આ વખતે હીરા માર્કેટમાં કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. અહીં અનેક કારખાનાઓને હજુ પણ તાળા લાગેલા છે. મંદીને પગલે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે.

આ પણ વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરતની મુલાકાતે, નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું PM લોકાર્પણ કરશે

ડાયમંડ બુર્સના ઉદ્ધાટન પહેલા રત્ન કલાકાર યુનિયનને રત્ન કલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માગ કરી છે. માગ નહીં સંતોષાય તો યુનિયને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરતનો હિરા ઉદ્યોગ વૈશ્વિક મંદીનો સામનો કરી રહ્યો છે. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ઉપર પ્રતિબંધ છે. સુરતમાં પોલિશ્ડ થતા રફમાં 30 ટકાથી વધુ હિસ્સો રશિયન રફનો છે. રશિયન રફનો પ્રતિબંધ અને મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો