ધોળકા : એડમિશન માટે નાણા લીધા હોવાનો કોંગ્રેસ નેતા વિશ્વનાથસિંહ વાઘેલા પર આક્ષેપ, નેતાએ મીડિયા સમક્ષ આપ્યું સ્પષ્ટીકરણ

| Edited By: | Updated on: Feb 04, 2022 | 2:34 PM

વિશ્વનાથસિંહ વાઘેલાની પ્રમુખ તરીકેની વરણી થયા બાદ રાજ્યમાં યુથ કોંગ્રેસની એક બાદ એક બેઠક કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે ધોળકા સર્કિટ હાઉસ ખાતે પણ અમદાવાદ જિલ્લાના હોદ્દેદારોની બેઠક યોજી હતી.

Ahmedabad : યુથ કોંગ્રેસના (Congress) પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા (Vishwanath Singh Vaghela)વિરુદ્ધ એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલાનો આક્ષેપ છે કે તેના પુત્રના એડમિશન (Admission)માટે વિશ્વનાથસિંહ વાઘેલાએ 3.30 લાખ રૂપિયા લીધા છે. યુથ કોંગ્રેસના પ્રમુખ ધોળકામાં એક બેઠક કરી રહ્યા હતા. તે જ સમયે આ બેઠકમાં આવીને મહિલાએ હોબાળો કર્યો હતો. મહિલાનો આક્ષેપ છે કે રૂપિયા લઈને એડિમિશન નથી અપાવ્યું અને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

આ તરફ યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેઓ આ મહિલાને પ્રમથવાર મળ્યા છે. સાથે જ તેમના પર નાણા લેવાના જે આક્ષેપો થઈ રહ્યા છે તે પણ ખોટા છે. વધુમાં તેમણે કહ્યું કે જો એડમિશન માટે આ રીતે નાણા લેવામાં આવતા હોય તો તે મુદ્દે તલસ્પર્શી તપાસ થવી જોઈએ.

વિશ્વનાથસિંહ વાઘેલાની પ્રમુખ તરીકેની વરણી થયા બાદ રાજ્યમાં યુથ કોંગ્રેસની એક બાદ એક બેઠક કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે ધોળકા સર્કિટ હાઉસ ખાતે પણ અમદાવાદ જિલ્લાના હોદ્દેદારોની બેઠક યોજી હતી. તે અગાઉ 2 વિદ્યાર્થીઓએ વાલી સાથે બેઠક રૂમમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. જોકે અન્ય આગેવાનો તુરંત જ બેઠક રૂમમાં આવી ગયા હતા અને વાલીને સમજાવીને બાજુના રૂમમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ધંધુકા : અખિલ ભારતીય સંત સમિતિ અને હિંદુ ધર્મસેનાના સંતોએ મૃતક કિશન ભરવાડના પરિજનોને સાંત્વના પાઠવી

આ પણ વાંચો : Basant Panchami 2022 Wishes: વસંત પંચમી પર આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને આપો શુભકામના અને બાળકોના કરો વિદ્યારંભ સંસ્કાર