ઝેરી દારૂકાંડમાં સમીર પટેલનું નામ ખુલતા ધર્મ રક્ષા સમિતિએ બાંયો ચડાવી, દ્વારકા મંદિરના ટ્રસ્ટી પદેથી હટાવવાની માંગ

|

Aug 09, 2022 | 11:39 AM

ઝેરી દારૂકેસમાં સંડોવાયેલી AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ છે જેઓ બેટ દ્વારકા (Dwarka)  મંદિરના ટ્રસ્ટી પણ છે.જેથી ધર્મ રક્ષા સમિતિએ વિરોધ દર્શાવ્યો છે.

બરવાળા ઝેરી દારૂકેસમાં (Botad hooch tragedy) સમીર પટેલનું નામ ખુલતા બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી પદેથી તેમને હટાવવાની માગ ઉઠી છે. દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી પદેથી તાત્કાલિક ધોરણે સમીર પટેલને (Samir Patel)હાંકી કાઢવાની માગ સાથે ધર્મ રક્ષા સમિતિએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.દ્વારકા મંદિરની અસુવિધા માટે સમીર પટેલ દોષિત હોવાનો પણ ધર્મ રક્ષા સમિતિએ આરોપ લગાવ્યો.જો સરકાર (gujarat govt) માગણીઓ નહીં સ્વીકારે તો બેટ ધર્મ રક્ષા સમિતિ પ્રાંત કચેરીની સામે પ્રતિક ઉપવાસ કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.મહત્વનું છે કે ઝેરી દારૂકેસમાં સંડોવાયેલી AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ છે જેઓ બેટ દ્વારકા (Dwarka)  મંદિરના ટ્રસ્ટી પણ છે.

AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ છે દ્વારકા મંદિરના ટ્રસ્ટી !

ગુજરાતમાં બોટાદ -બરવાળા ઝેરી દારૂકાંડ(Botad Tragedy) કેસમાં બરવાળા કોર્ટમાં Amos કંપનીના માલિક સમીર પટેલ સહિત પાંચ લોકોએ આગોતરા જામીનની( અરજીની સુનાવણી કરી હતી. જેમાં સેશન્સ કોર્ટમાં અરજીને લઇને હીયરીગ સરકારી વકીલ તરીકે ઉત્પલ દવે રહ્યા હાજર રહ્યા હતા. જેમાં વકીલની સામસામી દલીલોના અંતે 10 તારીખના રોજ આગોતરા જામીનને લઈને કોર્ટ ચુકાદો આપશે.

ગુજરાત હાઇકોર્ટ આગોતરા જામીન સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો

આ પૂર્વે AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટે (Highcourt) આગોતરા જામીન સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી લીધી હતી..આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે હાઇકોર્ટની પરવાનગી માંગી છે જેની હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં(Sessions court)  અરજી કરવા આરોપીઓને છૂટ આપી હતી. સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસમાં અરજી પર સેશન્સ કોર્ટે નિર્ણય લેવાનો રહેશે. આ સાથે મીડિયાના રિપોર્ટ્સ અને દબાણના કારણે યોગ્ય ન્યાય માટેની તક નહીં મળે એવી આરોપીઓની હાઇકોર્ટ માં દલીલ હતી પરંતુ આરોપી તરફી તમામ દલીલોને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

Published On - 11:38 am, Tue, 9 August 22

Next Video