ધંધુકામાં યુવકની હત્યાનો મુદ્દો ગરમાયો, ગુહ રાજ્ય પ્રધાન ધંધુકાની મુલાકાત લેશે

| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:21 PM

ધંધુકામાં યુવકની હત્યાનો મુદ્દો લોકોના રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ તેના પગલે આજે ધંધુકા,બોટાદ અને સુરેન્દ્રનગરમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. જો કે ઘટનાની ગંભીરતાને લઇને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે ધંધુકા જવાના છે

ધંધુકામાં(Dhandhuka)  યુવકની હત્યાનો (Murder) મુદ્દો લોકોના રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ તેના પગલે આજે ધંધુકા,બોટાદ અને સુરેન્દ્રનગરમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. જો કે ઘટનાની ગંભીરતાને લઇને ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)  આજે ધંધુકા જવાના છે. તેમજ આ કેસ અંગે ઝડપથી તપાસ કરવા અને તેમના પરિવારજનોને ન્યાય મળે તે માટે પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. તેમજ મૃતકના પરિવારજનો પણ મળશે.

આ ઉપરાંત માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. આ વાતનો ઉલ્લેખ કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે ટ્વીટ કર્યુ… તેમણે પીડિત પરિવારને લઇને કહ્યું કે, ‘હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.’

ધંધુકામાં યુવકની હત્યા મુદ્દે સુરેન્દ્રનગરમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો..વઢવાણ શહેરની બજારો ખુલ્લી રહી જયારે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગરની બજારો બંધ હતી. ઇન્ચાર્જ DSP સહિતના સ્ટાફે બજારમાં પેટ્રોલિંગ હાથ ધરી વેપારીઓ અને દુકાનદારોને ધંધો રોજગાર શરૂ રાખવા અપીલ કરી હતી..જયારે .RSS,VHP અને બજરંગ દળે સોશિયલ મીડિયામાં બંધને સમર્થન આપવા માટે અપીલ કરી હતી…

રોષે ભરાયેલા માલધારી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવકો પહોંચ્યા કલેકટર કચેરી પર કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી…હત્યાના આરોપીઓને જાહેરમાં ફાંસીની સજાની માગ કરી. મહત્વનું છે કે, ધંધુકાના મોઢવાળા વિસ્તારમાં બેથી ત્રણ અજાણ્યા શખ્સો દ્રારા યુવક કીશન ભરવાડ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી

આ પણ વાંચો :  Kutch : મુંદ્રા પોર્ટ પરથી પાકિસ્તાની આર્મીના વપરાશનો સામાન મળી આવ્યો

આ પણ વાંચો : Surat માં ડ્રગ્સનો કાળો કારોબાર, પોલીસે ચરસના જથ્થા સાથે એકની ધરપકડ કરી