VIDEO : નૂતન વર્ષના પર્વે ગુજરાતના અનેક મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

|

Oct 26, 2022 | 1:33 PM

બેસતા વર્ષના દિવસે લોકો મંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે અમદાવાદના ભદ્રકાળી મંદિરનું પણ એક અલગ જ માહત્મય છે.

નૂતન વર્ષના પર્વ પર ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી. સોમનાથ મંદિરમાં (Somnath Temple) વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા. તો અહીંયા શક્તિપીઠ અંબાજીમાં (Ambaji) ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ઊંઝા ઉમિયા ધામ ખાતે નૂતન વર્ષને લઇને માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ તરફ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. બીજી તરફ સુરતના પ્રખ્યાત અંબિકા મંદિરમાં સવારથી જ ભક્તોએ માતાજીના દર્શન માટે ભીડ જમાવી. બેસતા વર્ષના દિવસે લોકો મંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે સુરતના અંબિકા મંદિરનું પણ એક અલગ જ માહત્મય છે.

ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી

અમદાવાદના (Ahmedabad) ભદ્રકાળી મંદિરમાં નગરદેવીના દર્શન કરવા માટે ભક્તોની (Devotee)  લાંબી લાઈન લાગી. નૂતન વર્ષના પર્વે મુખ્યપ્રધાને પણ નગર દેવીના દર્શન બાદ પૂજા અર્ચના કરી હતી. ભદ્રકાળીના (Bhadrakali Temple) દર્શન માટે વહેલી સવારથી એક કિલોમીટરની ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભક્તોએ ભદ્રકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Published On - 1:33 pm, Wed, 26 October 22

Next Video