Panchmahal : પાવાગઢમાં કર્મચારીઓના હસ્તે આરતી, ભક્તો અને ટ્રસ્ટીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ત્રીજા નોરતે કર્મચારીઓ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. મંદિરના તમામ સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ સહિત ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ત્રીજા નોરતે આરતી બાદ કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ એક સાથે ગરબે ઘૂમ્યા હતા. આ સાથે જ માતાજીના દર્શનાર્શે પધારેલા ભક્તોએ પણ પાવાગઢ મંદિર પરિસરમાં ગરબે ઘૂમ્યા હતા.
Panchmahal : નવરાત્રી શરૂ થતાં જ પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તો મા મહાકાળીના દર્શન માટે દૂર-દૂરથી આવી રહ્યા છે. ત્યારે ત્રીજા નોરતે કર્મચારીઓ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. મંદિરના તમામ સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ સહિત ભક્તોએ આરતીનો લાભ લીધો હતો.
આ પણ વાંચો Panchmahal Video : નવરાત્રીને લઇ પાવાગઢમાં ભક્તોની ભીડ, વહેલી સવારથી જ માના દર્શને ઉમટી પડ્યા ભક્તો
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ત્રીજા નોરતે આરતી બાદ કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ એક સાથે ગરબે ઘૂમ્યા હતા. આ સાથે જ માતાજીના દર્શનાર્શે પધારેલા ભક્તોએ પણ પાવાગઢ મંદિર પરિસરમાં ગરબે ઘૂમ્યા હતા.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો