દેવભૂમિ દ્વારકા : ભાટીયા ગામના સ્થાનિકોમાં નેશનલ હાઈ-વેના અધૂરા કામને લઈ લોકોએ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
દ્વારકાના ભાટિયા ગામના લોકોએ બેનરો સાથે કલેક્ટરને બાકી કામને લઈ આવેદનપત્ર આપ્યું છે. ભાટિયા ગામ પાસે સર્વિસ રોડ, ડિવાઈડર તેમજ સાઈન બોર્ડ બનાવવાની માગ કરી છે. ભાટિયા ગામ પાસે સર્વિસ રોડ ન બનાવ્યો હોવાથી લોકોને ફરજિયાત હાઈ-વે પરથી પસાર થવું પડે છે.જેના કારણે નાના-મોટા અકસ્માતનો ખતરો રહે છે.
દેવભૂમિદ્વારકાના ભાટિયા ગામ પાસે નેશનલ હાઈ-વેના અધૂરા કામને લઈ લોકોમાં આક્રોશ ફેલાયો છે. દ્વારકાના ભાટિયા ગામના લોકોએ બેનરો સાથે કલેક્ટરને બાકી કામને લઈ આવેદનપત્ર આપ્યું છે. ભાટિયા ગામ પાસે સર્વિસ રોડ, ડિવાઈડર તેમજ સાઈન બોર્ડ બનાવવાની માગ કરી છે.
ભાટિયા ગામ પાસે સર્વિસ રોડ ન બનાવ્યો હોવાથી લોકોને ફરજિયાત હાઈ-વે પરથી પસાર થવું પડે છે.જેના કારણે નાના-મોટા અકસ્માતનો ખતરો રહે છે. આ સર્વિસ રોડ સહિતની સમસ્યાઓનો 15 દિવસમાં ઉકેલ ન આવે તો ગ્રામજનોએ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી આપી છે. તો લોકોની રજૂઆત બાદ અધિક કલેક્ટરે હાઈ-વે પરની અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આશ્વાસન આપ્યું છે.
રાજકોટના ગોંડલમાં આવેલા રાજાશાહી સમયના બે બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.હાઈકોર્ટના આદેશ અને ત્યાર બાદ કલેક્ટરના જાહેરનામા બાદ બંને બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.આ બંને બ્રિજની હાલત જર્જરિત હોવાને કારણે અને કોઈ અકસ્માત કે દુર્ઘટના ન ઘટે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.કલેક્ટરના જાહેરનામા બાદ નગરપાલિકાએ બ્રિજની બંને તરફ લોખંડની ગડર લગાવી છે.