દેવભૂમિ દ્વારકા : ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો, ઓખા-બેટ દ્વારકા ફેરી સેવા બંધ કરાઇ

|

Dec 31, 2021 | 3:02 PM

દ્વારકામાં વાતાવરણમાં ઓચિંતા પલ્ટા બાદ વરસાદ (RAIN) શરૂ થયો હતો. યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. હળવા પવન (WIND) સાથે વરસાદ વાતાવરણ ઠંડુગાર (COLD) બન્યું હતું.

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો હોવાથી (OKHA) ઓખા અને બેટ દ્વારકા (BET Dwarka) વચ્ચે ચાલતી ફેરી સેવા બંધ કરાઈ છે. દરિયામાં કરંટ અને પવન હોવાથી ફેરી બોટ સર્વિસ બંધ (FERI BOAT SERVICE) કરાતા યાત્રિકોની બેટ-દ્વારકા યાત્રા અધૂરી રહી છે. ધ્વજારોહણનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યા છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી મેરીટાઇમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે વર્ષનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પણ ફેરી સર્વિસ બંધ હોવાના કારણે તેઓ બેટ દ્વારકાના દર્શન નથી કરી શક્યા. જોકે ઓખા જેટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો.

દ્વારકામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો, વહેલી સવારે વરસાદ પડયો

નોંધનીય છેકે દ્વારકામાં વાતાવરણમાં ઓચિંતા પલ્ટા બાદ વરસાદ (RAIN) શરૂ થયો હતો. યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. હળવા પવન (WIND) સાથે વરસાદ વાતાવરણ ઠંડુગાર (COLD) બન્યું હતું. નાતાલ વેકેશનમાં આવી પહોંચેલા યાત્રિકોને વરસાદે ઠંડીમાં ભીંજવ્યા હતા. ઓચિંતા વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ પવન સાથે વરસાદ ઠંડીમાં વધારો કર્યો હતો. દ્વારકા શહેરના સમગ્ર રોડ રસ્તા ભીના થયા હતા.

આ પણ વાંચો : Surat : રિંગરોડ બ્રિજ નીચે ફરી માર્કેટ એરિયા માટે કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશનની ટીમ ગોઠવી દેવાઈ

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, રોડ શૉ માં લોકોએ પુષ્પવર્ષા કરી હેતથી આવકાર્યા

 

 

Published On - 3:00 pm, Fri, 31 December 21

Next Video