Devbhoomi dwarka : ઓખાથી દ્વારકા જતા જોવા મળે છે નિર્દોષ ડોલ્ફિન, જુઓ ડોલ્ફિનનો અદભુત વીડિયો

|

Dec 18, 2022 | 2:41 PM

ઓખા અને બેટદ્રારકા વચ્ચેના દરિયામાં ડોલ્ફિનના અદભૂત દ્રશ્યો તમે માણી શકશો. પ્રવાસીઓ બોટ મારફતે બેટ દ્વારકા જતા હોય ત્યારે અનેક વાર પેસેન્જર બોટની આસપાસ ડોલ્ફિન જોવા મળે છે. ઉછળતી, કૂદતી ડોલ્ફિનનો અદભૂ્ત નજારો જોઇને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે.

દ્વારકાના દરિયામાં અવાર નવાર ડોલ્ફિન જોવા મળી રહી છે ત્યારે પ્રવાસીઓની મજા દરિયાઇ સફર દરમિયાન બમણી થઈ જાય છે. આ દ્રશ્યો જોઈને લાગે છે કે ડોલ્ફિનને હવે ગુજરાતનો દરિયાકાંઠો માફક આવી રહ્યો છે અને અવારનવાર ડોલ્ફિન દ્વારકાથી બેટ દ્વારકા જતા દરિયામાં જોવા મળે છે. માટે જ હવે હવે ડોલ્ફિન જોવા માટે ગોવા કે આંદામાન-નિકોબાર જવાની જરૂર નથી. દ્વારકાના દરિયાઇ વિસ્તારોની મુલાકાત લો એટલે તમે ડોલ્ફિન જોવાનો ભરપૂર આનંદ માણી શકશો. ઓખા અને બેટદ્રારકા વચ્ચેના દરિયામાં ડોલ્ફિનના અદભૂત દ્રશ્યો તમે માણી શકશો. પ્રવાસીઓ બોટ મારફતે બેટ દ્વારકા જતા હોય ત્યારે અનેક વાર પેસેન્જર બોટની આસપાસ ડોલ્ફિન જોવા મળે છે. ઉછળતી,કૂદતી ડોલ્ફિનનો અદભૂ્ત નજારો જોઇને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે.

ઓખાથી બેટ દ્વારકા જતા જોવા મળે  છે ડોલ્ફિન

ડોલ્ફિન (Dolphin) માછલીએ દરીયાઈ જીવમાં સૌથી વધુ બુધ્ધિશાળી અને રમતીયાળ જીવ માનવામાં આવે છે. જયારે 2 કે તેથી વધુ ડોલ્ફિન સાથે હોય ત્યારે દરીયામા મસ્તી સાથે કુદકા મારતી જોવા મળે છે. દરીયાની અંદર અને બહાર  જોવા મળેલી  ડોલ્દ્રફિનના આવા અનોખા દ્રશ્યો પ્રવાસીઓના મોબાઇલમાં ઝીલાયા હતા.  પ્રવાસીઓ જ્યારે દ્વારકાથી બેટ દ્વારકા જતા હોય છે ત્યારે  જો ડોલ્ફિનની જોવા મળી જાય તો પ્રવાસી માટે આ થોડા સમયની દરિયાઈ સફર એકદમ યાદગાર બની જાય છે . છેલ્લા થોડા સમયથી  ઓખા અને  દ્વારકાના દરિયાકાંઠે  અવારન વાર ડોલ્ફિન જોવા મળી જાય છે  પ્રકૃતિવિદોના મતે  ડોલ્ફિન એકદમ માયાળુ માછલી છે અને  તેને  ગુજરાતનો દરિયાકાંઠો અને  ગુજરાતનું વાતાવરણ અનુકૂળ આવતા અહીં  ડોલ્ફિનની સંખ્યા વધી શકે છે.

Next Video