દેવગઢબારિયા બેઠકથી જીતેલા બચુ ખાબડનો ફરી પ્રધાન મંડળમાં થશે સમાવેશ, આદિવાસી વિસ્તારમાં વિકાસ યોજનાઓ પર કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

| Edited By: | Updated on: Dec 12, 2022 | 10:12 AM

સતત ચોથી વાર દાહોદ (Dahod) જિલ્લાની દેવગઢબારિયા બેઠકથી લોકોના મત મેળવીને બચુભાઇ ખાબડ ફરીથી ધારાસભ્ય બન્યા છે. આ સાથે જ ફરીથી તેમનો મંત્રીમંડળમાં પણ સમાવેશ થવા જઇ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે બચુભાઇ ખાબડને પણ આ માટેનો ફોન પણ આવી ગયો છે.

ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે એટલે કે આજે બપોરે 2 વાગ્યે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. આ દરમ્યાન પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમજ શપથ લેનારા મંત્રીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શપથ લેનારા મંત્રીઓને ટેલિફોનથી જાણ કરવામાં આવી રહી છે. ત્યારે સતત ચોથી વાર દાહોદ જિલ્લાની દેવગઢબારિયા બેઠકથી લોકોના મત મેળવીને બચુભાઇ ખાબડ ફરીથી ધારાસભ્ય બન્યા છે. આ સાથે જ ફરીથી તેમનો મંત્રીમંડળમાં પણ સમાવેશ થવા જઇ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે બચુભાઇ ખાબડને પણ આ માટેનો ફોન પણ આવી ગયો છે.

બચુભાઇ ખાબડે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તે અંગે TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે રાત્રે સાડા બાર વાગ્યે તેમને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ફોન આવ્યો હતો. કે કાલે તમારે બે વાગ્યે શપથવિધી લેવાની છે. તો બીજી સૂચનાઓ શપથવિધી પહેલાની બેઠકમાં મળશે તેવુ બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ. આ સાથે જ મંત્રીપદ મેળવ્યા પછી જે વિસ્તારમાં જે પ્રકારની લોકોની માગણીઓ અને લાગણીઓ હશે અને યોજનાની જરુરિયાત હશે એ રીતે કામ કરીને આગામી દિવસોમાં પ્રજા માટે કામ કરીશુ તેમ જણાવ્યુ હતુ.

નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.

(વિથ ઇનપુટ-સચિન પાટીલ)