NARMADA : શનિ-રવિ તેમજ રજાના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને ફરવા માટેનું હોટ ફેવરીટ સ્થળ બન્યું છે. નાતાલની રજાઓમાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓની ભીડ વધી રહી છે. કેવડિયા જવા માટે બસમાં બેસવા પ્રવાસીઓની લાગી લાંબી કતારો લાગી રહી છે. નવા વર્ષની ઉજવણી કરવા હજારો પ્રવાસીઓ કેવડિયા ઉમટી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત 25 ડિસેમ્બર નાતાલના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો મેળાવડો જામ્યો હતો. એક જ દિવસમાં 30 હજાર જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. પ્રવાસીઓનો પ્રવાહ સતત ચાલુ છે અને 31 ડિસેમ્બર સુધીની તમામ ઓનલાઈન ટિકીટ ફુલ થઈ ગઈ હતી.31 ડિસેમ્બર સુધી 1 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લેશે એવું મેનેજમેન્ટ ધારી રહ્યું છે.
કેવડિયા નજીકની હોટેલો અને ટેન્ટસિટી પણ હાઉસફૂલ થઈ ગયા છે. પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા 25થી 30 જેટલી બસો વધારવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના મહામારીને જોતા પ્રવાસીઓની આટલી મોટી ભીડ ખતરાની ઘંટડી સમાન છે. જ્યારે મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે પ્રવાસીઓ પાસે કોરોના ગાઈડ લાઈનનું ફરજિયાત પાલન કરાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : AHMEDABAD : થર્ટી ફસ્ટ પર દારૂનું દુષણ ડામવા અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ પકડવા 13 હજાર પોલીસકર્મી ખડેપગે રહેશે
આ પણ વાંચો : AHMEDABAD : જુના વાડજમાં ડીમોલેશન દરમિયાન AMCની ટીમ અને પોલીસ પર પથ્થરમારો, 5 લોકોની અટકાયત
Published On - 5:54 pm, Tue, 28 December 21