પંચમહાલ : ગોધરાના મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરાયા, ટ્રાફિકની સમસ્યા નિવારવા કાર્યવાહી

| Edited By: | Updated on: Nov 03, 2023 | 6:08 PM

ગોધરા શહેરમાં અનઅધિકૃત દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વિકટ બની હતી. જેને નિવારવા માટે કલેક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તેમજ પોલીસ અને માર્ગ મકાન વિભાગની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવામાં આવ્યા.

પંચમહાલમાં ગોધરાના મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગાંધીચોકથી ભૂરાવાવ ફ્લાય ઓવરબ્રિજ સુધીના દબાણ દૂર કરવામાં આવ્યા. દુકાનો આગળ ગેરકાયદે રીતે બનાવેલા 35 શેડ અને લારી ગલ્લા તંત્રએ કબજે કર્યા છે. ટ્રાફિકની સમસ્યા વધવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો કાલોલમાં ફરી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પુરવઠા અધિકારીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો

ગોધરા શહેરમાં અનઅધિકૃત દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વિકટ બની હતી. જેને નિવારવા માટે કલેક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તેમજ પોલીસ અને માર્ગ મકાન વિભાગની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવામાં આવ્યા.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો