અમદાવાદ: દિલ્હીના યુવકો પાસેથી 20 હજારનો તોડ કરવા મામલે 10 તોડબાજ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

| Edited By: | Updated on: Nov 21, 2023 | 7:29 PM

ટ્રાફિક વિભાગની તપાસમાં 3 ટ્રાફિક પોલીસ કર્મી અને 7 TRB એમ કુલ 10 જવાનની સંડોવણી ખૂલી છે. જે બાદ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ કેસમાં ફરિયાદીએ કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે સામે ચાલીને તોડબાજ પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરી છે.

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા આવેલા દિલ્હીના યુવકો પાસેથી 20 હજારનો તોડ કરવા મામલે પોલીસ અને TRB જવાનો સામે તવાઇ બોલાવવામાં આવી છે. ટ્રાફિક DCP સફીન હસને તપાસ બાદ 10 તોડબાજ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે.

ટ્રાફિક વિભાગની તપાસમાં 3 ટ્રાફિક પોલીસ કર્મી અને 7 TRB એમ કુલ 10 જવાનની સંડોવણી ખૂલી છે. જે બાદ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ કેસમાં ફરિયાદીએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે સામે ચાલીને તોડબાજ પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો અમદાવાદ ટ્રાફિક પોલીસ પર લાગ્યો તોડકાંડનો આરોપ, પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ, જુઓ વીડિયો

DCP સફીન હસને જણાવ્યું કે દિલ્હીના કાનવ માનચંદા નામના યુવક દ્વારા જે આક્ષેપો કરાયા છે તેની ફરિયાદ લેવા માટે પોલીસની ખાસ ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. પોલીસની તપાસમાં રોયલ મોબાઇલ એસેસરીઝના માલિકના એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓ તેમજ TRB જવાનોનો ગુનાહિત ભૂતકાળ પણ તપાસવામાં આવશે તેમ DCPએ જણાવ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો