VIDEO : હારેલા ઉમેદવારોને હવે હાઇકોર્ટ પર ‘આશ’, લલિત કગથરા સહિતના નેતાઓએ ચૂંટણી પરિણામને પડકાર્યા

|

Jan 26, 2023 | 2:08 PM

ટંકારા બેઠક પરથી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, રાધનપુરથી હારી ગયેલા રઘુ દેસાઇ અને વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના હર્ષદ રિબડીયાએ ચૂંટણી પરિણામને પડકારતી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આ વખતે ભાજપે 156 મેળવીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા હતા. જો કે કારમી હાર મેળવેલા કેટલાક ઉમેદવારોએ હવે હાઈકોર્ટના શરણે ગયા છે. ટંકારા બેઠક પરથી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, રાધનપુરથી હારી ગયેલા રઘુ દેસાઇએ ચૂંટણી પરિણામને પડકારતી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે. ન માત્ર કોંગ્રેસ પણ ભાજપના કેટલાક ઉમેદવારોએ પણ અરજી કરી છે. ડેડિયાપાડા બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર હિતેષ વસાવા અને અને વિસાવદર બેઠક પરથી હારેલા હર્ષદ રિબડીયાએ પણ પરિણામોને પડકાર્યા છે.

આગામી દિવસોમાં હાઈકોર્ટ સુનાવણી હાથ ધરશે

આગામી દિવસોમાં આ તમામ અરજીઓ પર સુનાવણી હાથ ધરાશે. આપને જણાવી દઈએ કે, અરજદાર તમામ ઉમેદવારોએ રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એકટ-1951  હેઠળ અરજી કરી છે. જેમાં સ્થાનિક રિટર્નીંગ ઓફિસર, ચૂંટણી પંચ સહિતના પક્ષકારોને પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

(વીથ ઈનપૂટ- રોનક વર્મા, અમદાવાદ)

Next Video