ઝેરી દારૂ કાંડ કહો કે કેમિકલ કાંડ ! પણ મોતની ‘પોટલી’ એ 42 નો જીવ લીધો, જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ રૂદન

|

Jul 27, 2022 | 11:04 AM

રોજિદ ગામમાં (Rojid Village) 10 લોકોનાં મોત થયા છે.જ્યારે દેવગાણા ગામમાં 5 લોકોનાં મોત થયા છે.ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોનાં મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે. જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.

બરવાળા ઝેરી દારૂ કાંડમાં (Barvala Lattha kand) મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં માત્ર સર ટી હોસ્પિટલમાં જ કુલ 18 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. અને વિવિધ હોસ્પિટલમાં (hospital) કુલ 144 લોકો સારવાર હેઠળ છે. જેમાં સર ટી હોસ્પિટલમાં 73 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 5ની હાલત ગંભીર છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. કયા ગામમાં કેટલા મોત થયા તેની વાત કરીએ તો, રોજિદ ગામમાં (rojid Village) 10 લોકોનાં મોત થયા છે. જ્યારે દેવગાણા ગામમાં 5 લોકોનાં મોત થયા છે. ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોનાં મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે. જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.

ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવા નીકળી સરકાર !

બરવાળાના ઝેરી દારૂકાંડની (Botad Latthakand) ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.શરૂઆતમાં 7 લોકોના મોતની ખબર આવી, બાદમાં 10 અને હવે આંકડો વધીને 39 પર પહોંચ્યો છે.નવાઈની વાત તો એ છે કે આ ઘટના ગાંધીના ગુજરાતની (gujarat) છે કે જ્યાં પહેલેથી જ દારૂબંધી છે. દારૂબંધીના નામે મજાક હોય તેવી ઘટનાને લીધે સરકાર પર સવાલ થવા ખુબ વ્યાજબી છે. સરકાર પર દબાણ આવ્યુ એટલે પોલીસતંત્ર (Gujarat Police) એક્ટિવ થયું. હવે આ પ્રકારની કોઈ ઘટના અન્ય જગ્યાએ ના બને તે માટે અલગ અલગ શહેરોમાં પોલીસ રેડ પાડીને કાર્યવાહી કરી રહી છે.ત્યારે પ્રશ્ન એ થાય કે શું સરકાર (gujarat Govt) અત્યાર સુધી કોઈ મોટા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યું હતુ ?

Published On - 7:37 am, Wed, 27 July 22

Next Video