વડોદરાની SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલ કોલ્ડ રુમને લઈ વિવાદમાં સપડાઈ છે. પહેલાતો કોલ્ડ રુમમાં રાખેલ મૃતદેહ અદલા બદલી થઈ જવાને લઈ વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન આ દરમિયાન હવે એક મૃતદેહ ડી કંપોઝ થઈ હોવાનો વિવાદ સર્જાયો છે. ત્રણેક દીવસ પૂર્વ એક અકસ્માતમાં મોતને ભેટલ વ્યક્તિનો મૃતદેહ કોલ્ડ રુમમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તે ડીકંપોઝ થઈ જવા પામ્યો હતો.
SSG હોસ્પિટલના કોલ્ડ રુમમાં મુકવામાં આવેલ આ મૃતદેહને લઈ થઈ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોલ્ડ રુમમાં કુલ 36 મૃતદેહોને એક સાથે રાખવામાં આવે એ પ્રકારની સગવડ ઉભી કરવામાં આવી છે. આ પૈકી કેટલીક ચેમ્બરમાં મરામતનુ કાર્ય શરુ કરવામાં આવ્યુ છે. જોકે આ મૃતહેદને પણ આવી જ રીતે મરામત વાળી ચેમ્બરમાં રાખવામાં આવ્યો હતો કે, પછી મૃતહેદ રાખ્યા બાદ ટેકનીકલ કોઈ સમસ્યા સર્જાઈ હતી એવા સવાલનો જવાબ મેળવવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.
Published On - 3:37 pm, Sat, 30 September 23