Vadodara : પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગરના તોડકાંડનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યુ, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

|

Sep 01, 2022 | 7:37 AM

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ(Police Constable)  અને બુટેલગરનો રૂપિયાની લેવડદેવડનો વીડિયો વાયરલ થયો હતો.

પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે રૂપિયાની લેતી-દેતીનો વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર (Vadodara Police)  એક્શનમાં આવ્યુ છે.વીડિયો વાયરલ (viral video) થયા બાદ LCBના બે પોલીસ કોન્સ્ટેબલ (police Constable) સસ્પેન્ડ કરી દીધા છે.DCP યશપાલ જગાણિયાએ આ બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.ટીવીનાઈનના અહેવાલ બાદ DCP યશપાલ જગાણિયાએ (Yashpal jaganiya) આ કાર્યવાહી કરી છે.

બુટલેગર અને કોન્સ્ટેબલના તોડકાંડમાં બે કોન્સ્ટેબલ થયા સસ્પેન્ડ

તમને જણાવી દઈએ કે, બુધવારે વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ(Police Constable)  અને બુટેલગરનો રૂપિયાની લેવડદેવડનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં મોઢે રૂમાલ બાંધેલ વ્યક્તિ પાસેથી પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા સ્વીકારતો હોવાનું વિડીયોમાં સામે આવ્યું.તરસાલી વિસ્તારનો (tarsali area) વિડીયો હોવાનું અનુમાન છે.સ્પાઈ કેમેરા અને મોબાઇલથી બે અલગ અલગ દિશાઓ માંથી રેકોર્ડ થયેલ બે વિડીયો વાયરલ થયા હતા.રૂમાલ બાંધેલ વ્યક્તિ પાસેથી રૂપિયા સ્વીકારનાર DCP ઝોન-3ના LCBનો કોન્સ્ટેબલ અજય સિંહ હોવાની ચર્ચા ઉઠી હતી.મહત્વનું છે કે, જે સ્થળે રૂપિયાની લેવડ દેવડ થાય છે તે સ્થળે અન્ય પોલીસ કર્મીઓ પણ જોવા મળી રહ્યા હતા.માહિતી મુજબ સસપેન્ડ (police Suspend) કરવામાં આવેલા બંને કોનસ્ટેબલના નામ અજય સિંહ અને દેવેન્દ્ર સિંહ છે.

Published On - 7:35 am, Thu, 1 September 22

Next Video