જામનગર : મેયર બીના કોઠારીની પુત્રીને ત્રાસ ! DLR કચેરીના અધિકારી પતિ સામે નોંધાઈ ફરિયાદ

|

May 09, 2022 | 12:57 PM

જામનગરના મેયર બીના કોઠારીની (Bina Kothari) પુત્રી પંક્તિએ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા અધિકારી પતિ પર શારિરીક અને માનસિક ત્રાસ ગુજારવાનો આક્ષેપ લગાવ્યો છે.

જામનગરના મેયર બીના કોઠારી (Mayor Bina Kothari)ની પુત્રીને, તેના પતિ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર DLR કચેરીના અધિકારી પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હાલ મેયરની પુત્રી પંક્તિ (Pankti) ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે, પુત્રી પંક્તિએ પતિ મારમારી અને ત્રાસ આપતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

સુરેન્દ્રનગર ખાતે DLR કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે કાર્તિક

મળતી માહિતી મુજબ, રાજકોટ ખાતે રહેતા પતિ કાર્તિકભાઇ તેઓને ત્રાસ આપે છે, તેમજ મારકૂટ કરતા હોય જે અંગેની ફરિયાદ સીટી-B ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર(Surendranagar)  ખાતે DLR કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિકભાઇને અનેક નોટિસો આપવા છતાં હાજર ન થતાં રવિવારે તેને રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતા. આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

50 લાખની માંગણી કરવામાં આવી

બીજી તરફ મેયરની પુત્રી પંક્તિના પતિએ કહ્યું કે તેઓ સમાધાન માટે રૂપિયા 50 લાખની માંગણી કરવામાં આવી છે, અમે કીધું અમારો કોઇ વાંક નથી તો અમે શેના રૂપિયા આપીએ ? પછી તેઓ 25 લાખ માંગતા હતાં . અમે લોકો દોઢ લાખ રૂપિયા દેવા તૈયાર છીએ, બાકી આમા મારો કે મારા પરિવારનો કોઇ વાંક નથી.આ મામલે બીજી તરફ કાર્તિક નામનો અધિકારી પોતાનો બચાવ કરતો જોવા મળી રહ્યો છે.પોલીસે હાલ પંક્તિની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 12:56 pm, Mon, 9 May 22

Next Video