DAHOD : જિલ્લામાં કોરોનાના કેસો વધતા પ્રશાસન એલર્ટ, બજારમાં ફરી અધિકારીઓએ કર્યું માસ્ક વિતરણ
CORONA IN DAHOD : દાહોદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના પગપેસારો કરી રહ્યો છે. ગઈકાલે બે કોરોના દર્દીઓ પોઝીટીવ આવતાં 2021ના છેલ્લા દિવસે લોકોમાં કોરોના ભય વચ્ચે ફફડાટ ફેલાયો છે.
JHALOD : વધતા જતા કોરોના કેસને લઈ સરહદી જિલ્લા દાહોદમાં તંત્ર એલર્ટ થયું છે. જિલ્લામાં વધુ બે કોરોનાના દર્દીઓ નોંધાયા છે ત્યારે અધિકારીઓ પણ એક્શન મોડમાં આવી ગયા છે. ઝાલોદના SDM, ASP,મામલતદાર સહિત આરોગ્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ બજારમાં ફરી માસ્ક વિતરણ કર્યા હતા, બજારમાં ફરી દુકાનદારો અને વાહનચાલકોને ફરજિયાત માસ્ક પહેરી રાખવા સમજાવ્યા હતાં. ઉપરાંત સરકારી કચેરીની મુલાકાતે આવતા લોકોને બે ડોઝ લીધા હોવાનું સર્ટીફિકેટ પાસે રાખવા જણાવ્યું હતું.
દાહોદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના પગપેસારો કરી રહ્યો છે. ગઈકાલે બે કોરોના દર્દીઓ પોઝીટીવ આવતાં 2021ના છેલ્લા દિવસે લોકોમાં કોરોના ભય વચ્ચે ફફડાટ ફેલાયો છે. આજના બે પોઝીટીવ કેસો સાથે કુલ એક્ટીવ કેસ 3 થવા પામ્યાં છે અને જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 7149 ને પાર થઈ ગયો છે.
ગઈકાલે થર્ટી ફસ્ટ અને 2021ના છેલ્લા દિવસે દાહોદ જિલ્લામાં કોરોનાના એક સાથે બે પોઝીટીવ કેસો આવ્યાં હતા. 895 RTPCR ટેસ્ટમાંથી 2 સેમ્પલ પોઝીટીવ આવ્યાં હતા. થોડા દિવસો અગાઉ દુબઈથી આવેલ એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેના સંપર્કમાં આવેલ તેના પરિવારજાણો સહિત અન્ય લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : VADODARA : વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તેની સરકારી કચેરીમાં કોઈ તપાસ જ નથી થઇ રહી
આ પણ વાંચો : VADODARA : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 15 થી 18 વર્ષના 69 હજાર કિશોરોના રસીકરણ માટે 203 કેન્દ્રો તૈયાર