VADODARA : વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તેની સરકારી કચેરીમાં કોઈ તપાસ જ નથી થઇ રહી
રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં તથા ઉપક્રમોમાં પ્રવેશ માટે પણ કોવિડ રસીકરણ અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત કરાયું છે.
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્યની કોઈપણ સરકારી કચેરીમાં જો કોઈ મુલાકાતી મુલાકાત લેવા માંગતા હોય તો તેમના માટે કોરોના રસીના બંને ડોઝ ફરજિયાત છે.
VADODARA : કોરોનાના કેસો વધતા સરકાર દ્વારા કેટલાક નિયમો કડક કરવામાં આવ્યાં છે.ત્યારે આજથી કોઇ પણ સરકારી કચેરીમાં પ્રવેશતા પહેલા વેક્સિનના બંને ડોઝ ફરજિયાત કરાયા છે.બંને ડોઝ નહીં લીધા હોય તેવા વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે.ત્યારે વડોદરામાં સરકારી કચેરીઓમાં ગાઇડલાઇન હોવા છતાં નિયમોની ઐસીતૈસી કરતા દ્રશ્યો જોવા મળ્યાં.કુબેર ભવનમાં સરકારી નિયમો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે કારણ કે કોઈ પણ પ્રકારની રોકટોક વિના કચેરીમાં લોકો અંદર પ્રવેશી રહ્યાં છે.એટલું જ નહીં વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તેની કોઈ તપાસ કરતું નથી.
ઉલ્લેખનીય છે કે હજી ગઈકાલે જ રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે ગાંધીનગરમાં સચિવાલય અને સ્વર્ણીમ સંકુલમાં મુલાકાતીઓ માટે કોરોના રસીના બે ડોઝનું રસી સર્ટીફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. સચિવાલય, સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓના પ્રવેશપત્ર ત્યારે જ બનશે જો વેક્સિનના બે ડોઝ લીધા હશે. 1 જાન્યુઆરીથી નિયમો અમલી બનાવાશે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં તથા ઉપક્રમોમાં પ્રવેશ માટે પણ કોવિડ રસીકરણ અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત કરાયું છે.
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્યની કોઈપણ સરકારી કચેરીમાં જો કોઈ મુલાકાતી મુલાકાત લેવા માંગતા હોય તો તેમના માટે કોરોના રસીના બંને ડોઝ ફરજિયાત છે. પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે સચિવાલયમાં આવો ત્યારે બંને ડોઝનું રસીકરણ પ્રમાણપત્ર સાથે હોવું જરૂરી છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ડબલ ડોઝ લીધેલા લોકો જ અધિકારી અને કચેરીની મુલાકાત લઇ શકશે. પરંતુ વડોદરાની સરકારી કચેરીમાં આનાથી વિપરિત પરિસ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાચો : VADODARA : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 15 થી 18 વર્ષના 69 હજાર કિશોરોના રસીકરણ માટે 203 કેન્દ્રો તૈયાર