Dahod : રાહુલ ગાંધીની સભાના પગલે કોંગ્રેસની તડામાર તૈયારીઓ, કોંગ્રેસ નેતાઓ સ્થળ નિરીક્ષણ કરી બેઠક યોજી

|

May 08, 2022 | 9:22 PM

દાહોદ વિધાનસભાના ધારાસભ્ય વજેસિંહ પણદા , દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા , દાહોદ જિલ્લા પોલીસ અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત કરી હતી. જેમાં 10 મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે.

ગુજરાતમાં (Gujarat) 10મેના દિવસે કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતની મુલાકાતે આવશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી વિશાળ આદિવાસી સંમેલનને(Tribal Convention) સંબોધશે. રાહુલ ગાંધીની મુલાકાત લઈને કાર્યક્રમની તૈયારીઓ માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીત ચાવડા સહીતના નેતાઓ દાહોદ એપીએમસી ખાતે જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રુપરેખા નક્કી કરી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દાહોદ વિધાનસભાના ધારાસભ્ય વજેસિંહ પણદા , દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા , દાહોદ જિલ્લા પોલીસ અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત કરી હતી. જેમાં 10 મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધશે. જેમાં 1.50 લાખ જેટલી જનમેદનીને રાહુલ ગાંધી સંબોધન કરશે. દાહોદ જીલ્લા સહિત પંચમહાલ અને મહીસાગર , છોટા ઉદેપુર સહિતના કાર્યકર્તાઓ આ જાહેર સભામાં હાજર રહેશે.

મહત્વનું છે કે ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આદિવાસી વોટબેંક મેળવવા દાહોદમાં રાજકીય પક્ષો સંમેલન અને સભાઓ કરાવાનું આયોજન બનાવી રહ્યા છે. 20 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદમાં સંમેલન કરી ચુક્યા છે. જે બાદ કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ દાહોદમાં જ કોંગ્રેસની બેઠક કરવાની યોજના બનાવી હતી. ત્યારે હવે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને પગલે ગુજરાતના સ્થાનિક નેતાઓ જ આ કાર્યક્રમને આગળ વધારશે.

(With Input Pritesh Panchal, Dahod) 

 

Published On - 8:32 pm, Sun, 8 May 22

Next Video